Monday, February 2, 2026
HomeBusinessસરકારી કંપની અને મુંબઈના બુલિયન ડીલર વચ્ચે 900 કિલો ચાંદીની ડિલિવરી ઘોંચમાં

સરકારી કંપની અને મુંબઈના બુલિયન ડીલર વચ્ચે 900 કિલો ચાંદીની ડિલિવરી ઘોંચમાં

- Advertisement -

ઇટીએફ, મ્યુચ્યુઅલ ફંડ, વાયદા અને કબાલાના પેપર સોદા સામે શંકાનું વાતાવરણ

મુંબઈના બુલિયન બજારમાં ચિંતાનું વાતાવરણ: હાજર સોદાની ડિલિવરી બાબતે વેપારીઓના વધતો અવિશ્વાસ

ઈબ્રાહીમ પટેલ : મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા) : આખા વિશ્વમાં ચાંદીના વાસ્તવિક ભાવ સંશોધન (પ્રાઇસ ડિસ્કવરી)ના અભાવે, ભારત સરકારની કંપની સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિંટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એસપીએમસીઈએલ) હૈદરાબાદ અને મુંબઈની એક બુલિયન પેઢી નામે ઓગમન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ વચ્ચે 900 કિલો ચાંદીની ડિલિવરીનો સોદો ઘોંચમાં પડ્યો છે. આ સમાચારે મુંબઈના બુલિયન બજારમાં ચિંતાનું વાતાવરણ ઉભું કર્યું છે. મુંબઈના એક સિલ્વર બુલિયન ડીલરે કહ્યું કે મુંબઈ, રાજકોટ, જયપુર, આગ્રા, દિલ્હી અને અમદાવાદ સહિતના આખા દેશના ચાંદી વેપારીઓ ભારે મુશ્કેલીમાં આવી પડયા છે. તેમણે કહ્યું કે જો સરકારી કંપની ચાંદીની ડિલિવરીમાં આવા ડખા કરે તો પછી, નાના વેપારીઓના “વિશ્વાસની ચિઠ્ઠી” પર, જેમની હાજર સોદાની ડિલિવરીઓ નથી થઇ શકતી તેમના સોદાનું શું થશે?

ભારતમાં 17 ડિસેમ્બર 2025ના રોજ થયેલા આ સરકારી કંપનીના સોદાની વિગત આપીને, મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા) શહેરના એક આગેવાન બુલિયન ડિલરને અમે પૂછ્યું, સ્થાનિક બજારના હાજર સોદાની ડીલીવરીની સ્થિતિ શું છે? તેમણે કહ્યું કે અમારી (ઓસ્ટ્રેલિયાની) ચાંદીની ખાણ કંપનીઓમાંથી ચાંદીની ડિલિવરી સમયસર નથી. આથી અમારા રોકાણકારોને અમારે નાણા લઈને સોદો સ્વીકાર્યા બાદ, 15થી 20 ડિલિવરી પછીની મેહતલ શરતે સોદા કરવાની અમને ફરજ પડી રહી છે.

- Advertisement -

મુંબઈના ઉક્ત સિલ્વર ડીલરે અમને સવાલ કર્યો કે જો સરકારી કંપનીની ડિલિવરી આ રીતે અટકી પડે તો પછી ભારતના ઇટીએફ, મ્યુચ્યુઅલ ફંડ, વાયદા અને હાજર બજારના કબાલા (નોન ટ્રાન્સફરેબલ સ્પેસિફિક ડિલિવરી) જેવા પેપર સોદાઓનું શું થશે? આનો જવાબ અમે એક અગ્રણી બેન્કના ઇટીએફ મેનેજમેન્ટના ઉચ્ચ અધિકારી પાસેથી માંગ્યો. તેમણે કહ્યું હતું કે ભારતમાં ચાંદીની હાજર ડીલીવરીની અત્યાર સુધી ખાસ કોઈ સમસ્યા નથી. પણ તાજેતરના ઊંચા ભાવના ઇટીએફના સોદાના રક્ષણ માટે અમારે પશ્ચિમના દેશો સાથે લીઝ રેટથી હેજિંગ કરવાની ફરજ પડી શકે તેમ છે.

ઇન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશન (ઈબજા)ના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ કહ્યું કે મુંબઈમાં ભાવ ડિસ્કવરીની સમસ્યા છે, એ સાચું પણ સ્થાનિક બજારમાં હાજર ચાંદીના હાલમાં કિલો દીઠ રૂ. 8થી 10 હજારના ડિસ્કાઉન્ટથી સોદા ઓફર થઇ રહયા છે, એ વાતમાં પણ એટલીજ સાચ્ચી છે. આવા ડીસ્કાઉન્ટ અને પ્રિમિયમનો કોઈ ઉકેલ, તત્કાળ મળવાની સંભાવના પણ ઓછી છે. તમે જુઓ ચીન, જપાન અને અમેરિકા, યુરોપ વચ્ચે પ્રતિ ઔંસ (31.10347 ગ્રામ) 8થી 10 અમેરિકન ડોલરના ડિસ્કાઉન્ટ અને પ્રીમિયમ બોલાઈ રહયા હોય, ત્યારે ભારતીય બુલિયન ડીલર હાજર સોદાના ભાવના જોખમ કઈ રીતે લઇ શકે?

ઓગમન્ટ એન્ટરપ્રાઈઝ નજીકના એક સૂત્રે નામ નહિ લખવાની શરતે કહ્યું હતું કે, હૈદરાબાદની સરકારી મિન્ટ કંપનીએ 17 ડિસેમ્બરે .995થી .998.5 ટચ (કેરેટ) સુધીની શુદ્ધતાના રીફાઇન્ડ સિલ્વરનું લીલામ જાહેર કર્યું હતું. આ લીલામની અગ્રીમ અનામત (અર્નેસ્ટ મની) ડિપોઝીટ રૂ. 1.16 લાખ, 16 ડિસેમ્બરે અને બાકીની સિક્યોરિટી ડિપોઝીટની રકમ 18 ડીસેમબરે ઓગમન્ટએ ભરી દીધી હતી. અને 19 ડીસેમ્બરે ઓગમન્ટ એન્ટરપ્રાઇઝના નામે 900 કિલો ચાંદીનું લીલામ મંજુર કરી દેવામાં આવ્યું હતું. 27 ડિસેમ્બર સુધીમાં બાકીનું આખરી પેમેન્ટ કરવાનું હતું. પણ તે અગાઉ 22 ડીસેમ્બરે જ આ લીલામ સોદો રદ્દ કરી દેવામાં આવ્યો હતો. લીલામની પ્રારંભિક તારીખ અને સોદો રદ્દ કરવાની તારીખ દરમિયાન ચાંદીના ભાવ કિલો દીઠ રૂ. 36થી 40 હજાર વધી ગયા હતા. છેલ્લા બાવન સપ્તાહમાં જાગતિક ચાંદીના હાજર ભાવ 194 ટકા વધી ગયા હતા.

- Advertisement -

અન્ય એક જાણતલે કહ્યું હતું કે આ સોદામાં 18થી 20 કરોડની રકમનું ડીંડવાણૂ થયું છે. હવે ઇન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશને, પોતાના સભ્ય એવા ઓગમન્ટ એન્ટરપ્રાઇઝ વતી 9 જાન્યુઆરી 2026એ વડાપ્રધાનની ઓફિસ (પીએમઓ)ને આ મામલે મધ્યસ્થી કરવા વિનવણી કરી છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular