નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની (Rain) પધરામણી થઈ છે. જેને લઈ અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં વરસાદી માહલો છવાયો છે. સાંજના 5 વાગ્યના સુમારે અચાનક શહેરના વાતાવરણમાં (Weather) એકાએક પલટા બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. કડાકા ભડકા સાથે વરસાદ વરસતા ગરમીના ઉકળાટમાં રાહત જોવા મળી રહી છે.
રાજ્યમાં હાલ અંગ દઝાડતી ગરમી પડી રહી છે જેને પગલે રાજ્યવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી છે. તે વચ્ચે આજે મેઘરાજાની સવારી અમદાવાદ આવી પહોંચી હતી આજરોજ સાંજે 5 વાગ્યાના સુમારે એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ પવન સાથે વરસાદ વરસાવાની શરૂઆત થઈ હતી. ત્યારે અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેના પગલે ભરઉનાળે અમદાવાદમાં ચોમાસ જેવો માહલો જામ્યો છે. જેના પગલે વાતવરણમાં ઠંડક પ્રસરી છે.
બીજી તરફ આજે નરેન્દ્રમોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ વચ્ચે નિર્ણાયક સેમીફાઈનલ મેચ સાંજે 7 વાગ્યા અરસામાં રમાવાની હતી તે દરમિયાન મેઘરાજાની એન્ટ્રીથી રંગમાં ભંગ પડ્યો છે. જેના લીધે ક્રિકેટ મેચનો જોવા આવેલા ક્રિકેટ રસિયાઓનો ઉત્સાહ નિરાશમાં ફેરવાયો હતો. ઉપરાંતહવામાન વિભાગ દ્ઘારા હજુ 3 કલાક વરસાદ પડવાની આગાહી વ્યકત કરી છે.
ચાંદખેડા,સાબરમતી,આશ્રમ રોડ, દાણીલીમડા, ,ઘાટલોડિયા, એસ જી હાઈવે, વસ્ત્રાપુર, સેટેલાઈટ , બોપલ, થલતેજ, દાણીલીમડા, ઓઢવ,રામોલ, સી ટી એમ, બાપુનગર, સહિતના કેટલાક વિસ્તારોમાં ઝરમર તો કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો હતો.
TAG: Ahmedabad Rain, Ahmedabad Weather report, Rainfall in Ahmedabad
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796