Friday, September 26, 2025
HomeGujaratVadodaraતમારી ભૂલ ઉમેદવારો કેમ ભોગવે ? વિદ્યુત સહાયકના ઉમેદવારોનો GETCOની ઓફિસ પર...

તમારી ભૂલ ઉમેદવારો કેમ ભોગવે ? વિદ્યુત સહાયકના ઉમેદવારોનો GETCOની ઓફિસ પર હલ્લાબોલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કોઈ પરીક્ષાનું પેપર ફૂટી જાય છે, કોઈ પરીક્ષામાં ગેરરીતી સામે આવે છે જેના લીધે ભરતી રદ કરવી પડે છે. ત્યારે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશ લિમિટેડ GETCO દ્વારા ઈલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં હતી, ત્યારે GETCOએ અચાનક ભરતી રદ કરી દેતા ઉમેદવારો વડોદરા (Vadodara) ખાતે GETCOની વડી કચેરીએ પહોંચી વિરોધ પ્રદર્શન કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વર્ષ 2023ની શરૂઆતમાં વિદ્યુત સહાયકની ભરતી બહાર પાડવામાં આવી હતી. હવે વિદ્યુત સહાયકની ભરતી માટે લાયક ઉમેદવારોની ફોર્મ ભરવા જેવી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. માર્ચ 2023માં GETCOએ ઉમેદવારોનો પોલ ટેસ્ટ પણ લઈ લીધો. ત્યારબાદ પોલ ટેસ્ટ પાસ કરેલા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા 09/09/2023ના રોજ GETCO દ્વારા લેવામાં આવી હતી. લેખિત પરીક્ષા બાદ GETCOએ 1224 ઉમેદવારોનું મેરીટ લિસ્ટ પણ જાહેર કરી દીધું હતું. જે ઉમેદવારોને મેરીટ લીસ્ટમાં સ્થાન મળ્યું તે ઉમેદવારોને ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે પણ બોલાવી લેવામાં આવ્યા. GETCOએ ઉમેદવારોના ડૉક્યુમેન્ટ વેરિફિકેશન બાદ મેડિકલ કરવાની પ્રક્રિયા પણ નિયમ પ્રમાણે પૂર્ણ કરી. GETCOએ ઉમેદવારોના મેડિકલ, બાદ પાંચ દિવસમાં નિમણૂક પત્ર આપવાની બાંહેધરી આપી હતી. પણ લાંબા સમય સુધી ઉમેદવારોને નિમણૂક પત્ર ન મળતા ઉમેદવારોએ GETCOની વડી કચેરી ખાતે રજૂઆત કરી હતી. ઉમેદવારોએ વડી કચેરી ખાતે કરેલી રજૂઆતમાં પણ ઉમેદવારોને નિમણૂક પત્રો ઝડપથી આપવાનું આશ્વાસન GETCO દ્વારા આપવામાં આવ્યું હતું, પણ અચાનક GETCOએ આસિસ્ટન્ટ ઈલેકટ્રીકલની ભરતી રદ કરી દીધી હતી.

- Advertisement -

વિદ્યુત સહાયકની ભરતીમાં જે પ્રથમ પ્રેક્ટિકલ પરીક્ષા એટલે કે પોલ ટેસ્ટ લેવાયો હતો તેમાં ગેરરીતી જણાઈ આવી છે. પણ પોલ ટેસ્ટ દરમિયાન GETCOના ઉચ્ચ અધિકારીઓ હાજર રહે છે. તેમજ પ્રેક્ટિકલ પરીક્ષાનું વિડીયો રેકોર્ડીંગ પણ થાય છે. પરીક્ષા યોગ્ય માપદંડો સાથે લેવાય તે માટે ઉચ્ચ અધિકારીઓએ હાજર રહે છે પણ જ્યારે તેમની હાજરીમાં પણ કોઈ ગેરરીતી સામે આવે અને તે પણ ભરતીની તમામ પ્રક્રિયા બાદ તો તે અધિકારીઓની ભૂલ કે બેદરકારી કહી શકાય. જે ઉમેદવારે પરીક્ષામાં કે પ્રેક્ટીકલમાં ગેર રીતી કરી હોય તો તેની સામે કાર્યવાહી કરવી જરૂરી છે. પણ બાકીના ઉમેદવારો કે જેને પ્રામાણિકતાથી પરીક્ષા પાસ કરી હોય તેવા નિર્દોષ ઉમેદવારો માટે પણ આખી ભરતી રદ કરવી કેટલી યોગ્ય છે. આ જ પ્રશ્નને લઈ આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલના ઉમેદવારો વિરોધ કરવા માટે GETCOની વાડી કચેરીએ પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં વડોદરા પહોચેલા ઉમેદવારોએ રસ્તા પર રેલી કાઢી હતી અને ‘ન્યાય આપો, ન્યાય આપો’ જેવા નારા લગાવ્યા હતા. યુવરાજસિંહ જાડેજા પણ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા હતા. યુવરાજસિંહ ‘તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ એવા નારા પણ ઉમેદવારોએ લગાવ્યા હતા.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular