નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરાના તૃષા મર્ડર કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી, ત્યાર બાદ આજે આરોપી કલ્પેશ ઠાકોરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા આજે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. પોલીસને મૃતક યુવતીના એક્ટિવાની ચાવી મળવાની બાકી હોવાને કારણે રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. યુવતીના એક્ટિવાની ચાવી મેળવીને પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માગતી હોવાના કારણે રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. હવે આવતીકાલે પોલીસ આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે.
વડોદરામાં ગઇકાલે શહેરના છેવાડાના વિસ્તરે હાઇવે નજીક પોલીસને એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, ત્યાર બાદ પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીએ એક તરફી પ્રેમમાં અને યુવતીને બીજા યુવક સાથે મિત્રતા છે તે વાતની અદાવત રાખીને યુવતીની હત્યા કરી હતી. આરોપીએ યુવતીને તીક્ષ્ણ હથિયાર દ્વારા ઉપરાઉપરી ઘા મારીને યુવતીની હત્યા કરી હતી.
યુવતી સરકારી પરીક્ષાઓ માટે તૈયારી કરતી હતી તેમજ તાજેતરમાં જ તે પોલીસની ભરતી માટે પણ તૈયારીઓ કરતી હતી, જેના માટે તે વડોદરા પોતાના મામાના ઘરે આવી હતી. યુવતીને આરોપી સાથે ત્રણ વર્ષથી મિત્રતા હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમની મિત્રતા તૂટી ગઈ હતી. ત્યાર બાદ આરોપીને જાણવા મળ્યું કે યુવતીને અન્ય કોઈ યુવક સાથે મિત્રતા છે તેના કારણે તેને ગુસ્સો આવ્યો અને યુવતીની હત્યા કરવાનું કાવતરું ઘડીને યુવતીની હત્યા કરી દીધી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.