નવજીવન ન્યૂઝ. વડોદરાઃ ગુજરાતમાં મહિલાઓને લગતા ગુનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જો કે પોલીસ દ્વારા આવા આવારા તત્વો સામે કડત કાર્યવાહી કરીને જેલના સળીયા પાછળ ધકેલતા હોય છે. તેમ છતાં કેટલાક સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે રાજ્યમાં સંસ્કારીનગરી તરીકે ઓળખાતા શહેરમાં સંસ્કારને લાંછન લાગતો કિસ્સો પ્રકાશિતમાં આવ્યો છે. રિક્ષા ચાલકે વિધવા મહિલાની છેડતી કરીને લાફા ઝીંકી દીધા હતા. સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા રિક્ષા ચાલક આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરામાં રહેતી 22 વર્ષીય વિધવા મહિલા માંડવી ખાતે ખરીદી કરવા માટે તેની ભાભી સાથે ગઈ હતી. આ દરમિયાન રિક્ષા સ્ટેન્ડ પાસે એક રિક્ષા ચાલકે વિધવા મહિલાને પુછયું હતું કે ક્યા જવુ છે, જોકે તેઁણી તમારી રિક્ષા નથી આવુ કહીને અન્ય રિક્ષામાં બેશી ગયા હતા. ત્યાર બાદ બને એમ.જી.રોડ ઉતરી ગયા હતા. મહિલાઓ જ્યારે રિક્ષામાંથી ઉતરી હતી ત્યારે અગાઉ જે રિક્ષામાં બેસવાની ના પાડી હતી, તે રિક્ષા ચાલક પણ મહિલાઓની પાછળ એમ.જી.રોડ આવી પહોંચ્યો હતો.
રિક્ષા ચાલકે વિધવા મહિલા પાસે આવીને કહ્યું કે,”તારૂ ફીગર કેવુ મસ્ત લાગે છે, તુ મારી સાથે એસી વાળી હોટલમાં રૂમમાં આવી એકાંતમાં શરીર સંબધ રાખ બહુ મજા આવી જાય કહીને મહિલાને અડપલા કરતા મહિલાએ તેને ધક્કો મારી દીધો હતો. મહિલાના ધક્કાથી ઉશ્કેરાઈ ગયેલા રિક્ષા ચાલક મહિલાને ગાળો ભાંડી બેથી ત્રણ લાફા મારી દીધા હતા. ત્યારબાદ રિક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર બાબતે વિધવા મહિલાએ સીટી પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક વિરૂધ્ધ ફરીયાદ આપતા પોલીસે રિક્ષાની નંબર પ્લેટના આધારે રિક્ષા ચાલક અરવિંદ બાબુભાઈ વણજારાને ઝડપી પાડ્યો હતો.








