Sunday, May 10, 2026
HomeGujaratવડોદરામાં મધરાત્રે લોકોને સાવચેત રહેવા અને રસ્તાનો ઉપયોગ ન કરવા સૂચના આપવામાં...

વડોદરામાં મધરાત્રે લોકોને સાવચેત રહેવા અને રસ્તાનો ઉપયોગ ન કરવા સૂચના આપવામાં આવી, જુઓ VIDEO

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં વડોદરાની ગણના સાંસ્કૃતિક નગરી તરીકે થાય છે. પરંતુ ચોમાસાની સિઝનમાં વડોદરા મગરનગરી બની જતી હોય છે. તાજેતરમાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. ઉપરાંત વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો આવેલા છે જેના કારણે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

વડોદરામાં ભારે વરસાદના કારણે નદીઓની સપાટીમાં વધારો થયો છે. આજવા સરોવરની સપાટી 211.50 ફુટ પર સ્થિર છે. આજવાની ભયજનક સપાટી 215 ફુટ છે. હાલ વિશ્વામિત્રી નદીમાં આજવાનુ પાણી છોડવામાં આવી રહ્યું છે. ગઈકાલ મોડી રાત્રે વિશ્વામિત્રી 17 ફુટ પર પહોંચી હતી જેના કારણે વડસરના રોડ પર વિશ્વામિત્રીનું પાણી ફરી વળ્યુ હતું. વિશ્વામિત્રીનાં પાણી ફરી વળતાં વડસરનો કોટેશ્વર વિસ્તાર સંપર્કવિહોણો થયો હતો. કોટેશ્વરનાં 150થી વધુ રહીશોનો સલામત સ્થળે ખસેડાયા હતા.

- Advertisement -

વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદી મગરોનો અડ્ડો માનવમાં આવે છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થતાં વડસર-કોટેશ્વર ક્લ્વર્ટ ખાતેના રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. જેના કારણે વહીવટી તંત્રએ કાંસા રેસિડેન્સીથી વડસર ગામ સુધીનો રસ્તો અવર-જવર માટે બંધ કર્યો છે. વિશ્વામિત્રી નદીના પાણીની સાથે મગરો પર તણાઈ આવતા સ્થાનિકો પર ભયમાં મુકાયા છે. જેના કારણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઈક પર સૂચના આપીને લોકોને રસ્તાનો ઉપયોગ ન કરવા જણાવાયું છે.





Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular