Wednesday, December 11, 2024
HomeGujaratVadodaraનિર્દોષ બાળકોના આ પ્રકારે મોતને ચલાવી લેવાય નહીં, વડોદરા હરણી તળાવ દુર્ઘટના...

નિર્દોષ બાળકોના આ પ્રકારે મોતને ચલાવી લેવાય નહીં, વડોદરા હરણી તળાવ દુર્ઘટના મામલે હાઈકોર્ટે સૂઓમોટો સ્વીકારવાની તૈયારીમાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara boat Tragedy: મોરબી દુર્ઘટનાના ઘા હજું રુઝાયા નથી ત્યાં એક નવી ઘટના સામે આવી છે. મોરબી પુલ દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ પ્રકારની ઘટના કોઈ કુદરતી હોનારત નથી, પણ જવાબદાર તંત્રએ દાખવેલી તંત્રની લાપરવાહીનું પરિણામ છે. જો કે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પણ ત્યાં વડોદરાના (Vadodara) હરણી તળાવમાં પ્રવાસે ગયેલા 12 ભૂલકાઓ અને બે શિક્ષિકાઓ મોતને ભેટ્યા છે. હરણી તળાવમાં બનેલી દુર્ઘટના (Vadodara Harni Lake Tragedy) બાદ ઘટનાના કારણો અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. શું આ ઘટના પાછળ તંત્ર કે પછી બીજા કોઈની લાપરવાહી છે? ત્યારે વડોદરા એડ્વોકેટ એસોશિયને જવાબદાર આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટેની માગ સાથે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ બે દિવસ અગાઉ જ વડોદરામાં આવેલા હરણી તળાવમાં સન રાઈઝ સ્કૂલના બાળકો પ્રવાસે ગયા હતા. હરણી તળાવમાં બોટિંગ માટે 27 જેટલા બાળકોને બેસાડવામાં આવ્યા હતા. બાળકો તળાવમાં બોટિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક બોટ પલટી મારે છે અને બોટમાં બેઠેલા બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બોટમાં બાળકો સાથે સ્કૂલના શિક્ષકો પણ સામેલ હતા. બોટ એકાએક પાણીમાં ગરકાવ થઈ જતાં આજુબાજુના લોકો બાળકોને બચાવવા દોડી આવ્યા હતા. પણ પાણીમાં ડૂબેલી વ્યક્તિ અને એમાં પણ નાના ભૂલકાઓ જે પાણીમાં તરી શકતા નથી કેટલો સમય મોત સામે લડી શકે? બોટમાં સવાર 27 બાળકો પૈકી 12 જેટલા ભૂલકાઓ જિંદગી સામેની જંગ હારી ગયા. સાથે જ બે શિક્ષિકાઓ પણ મોતને ભેટી.

- Advertisement -

ઘટના બાદ તંત્ર સક્રિય થયું પણ જ્યારે ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળાં મારવાનો કોઈ મતલબ નથી. એવી જ પરિસ્થિતિનું નિર્માણ હરણી તળાવ દુર્ઘટનામાં પણ થયું. પણ આ ઘટના મામલે કોર્પોરેશન તથા જવાબદાર કંપનીની લાપરવાહી પણ સામે આવી. બોટમાં સવાર બાળકોને લાઈફ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા. બોટમાં ખરેખર બોટમાં 27 બાળકો એકસાથે બેસાડી શકાય કે કેમ? તેમજ મેન્ટેનન્સ બાબતે પણ અનેક સવાલો થઈ રહ્યા છે ત્યારે વડોદરા એડ્વોકેટ એસોશિએશન જવાબદાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યું છે. એટલા સુધી કે એસોશિએશનના વકીલોએ આરોપીઓ તરફે કોઈ વકીલ કેસ નહીં લેડે તે મુજબનો નિર્ણય પણ જાહેર કર્યો છે.

એસોશિયેશન આ મામલે હાઈકોર્ટ સુધી પહોંચ્યું છે અને સૂઓમોટો દાખલ કરવાની અરજી કરી છે. ગઈકાલે હાઈકોર્ટના ચીફ જસ્ટિસની કોર્ટમાં કાર્યવાહી શરૂ થઈ તે સમયે જ સૂઓમોટો માટે રજૂઆત થઈ હતી. ચીફ જસ્ટીસની ખંડપીઠને ઘટના અંગેની માહિતી આપવામાં આવી તેમજ કેવા પ્રકારની બેદરકારીના કારણે આ ઘટના બની તે પણ હાઈકોર્ટ સમક્ષ દર્શાવવામાં આવ્યું. જો કે કોર્ટે આ બાબતે સંવેદનશીલતા દર્શાવવા સાથે કહ્યું કે, આ પ્રકારે નિર્દોષ બાળકોના જીવ જાય તે કોઈ રીતે ચલાવી લેવાય નહીં. હાઈકોર્ટે ઘટના અંગે અહેવાલ માગ્યો તેમજ નજીકના સમયમાં સૂઓમોટો દાખલ કરવાની તૈયારી દર્શાવી હતી.

ઉલ્લેખનીય છે કે, મોરબી પુલ દુર્ઘટનાને એક વર્ષ થયું છે. ઓરેવા ગ્રૂપના ચેરમેન જયસુખ પટેલ હજી પણ જેલમાં બંધ છે ત્યારે હરણી તળાવમાં થયેલી દુર્ઘટના મામલે પણ જવાબદાર આરોપીઓ સામે આ જ પ્રકારની કાર્યવાહી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular