નવજીવન ન્યૂઝ. વેરાવળ: વર્ષોથી ગીર સોમનાથના (Gir Somnath) વેરાવળ-ભાવનગર નેશનલ હાઈવેનું (Veraval- Bhavnagar National Highway) કામ ચાલી રહ્યું છે જે હજુ પૂર્ણ થયું નથી. સ્થાનિકો જણાવે છે કે આ માર્ગનું કામ સદભાવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Sadbhav Infrastructure )કંપનીને આપવામાં આવ્યું છે. પરંતુ આ કંપનીએ કામ અધૂરૂં છોડી દિધું છે જેના કારણે આ નેશનલ હાઈવે બાયપાસનું કામ ખોરંભે ચઢ્યું છે. આ રોડના કામમાં માત્ર રેલ્વે ક્રોસિંગ પરથી જતા બ્રિજના (Bridge) જોડાણનું જ કામ અધૂરું હોય આ બાયપાસ ચાલું થઈ શક્યો નથી. જેના કારણે જોખમી રસ્તા પરથી વાહન ચાલકોને જીવના જોખમે પસાર થવું પડે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા ગંભીરતાથી પગલા નહીં લેવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

ઉનાના બાયપાસ માર્ગના અધૂરા કામના કારણે પરેશાન થતા સ્થાનિકો જણાવે છે કે, આ બ્રિજનું કામ ચાલું ન હોય તેની આસપાસ કોઈ બેરિકેડ કે સેફ્ટી સાઈન કે રેડિયમ રીબીન પણ નથી લગાવેલી જોવા મળતી. આ અંગે નવજીવન ન્યુઝ પ્રતિનિધિ દ્વારા ઉનાના પ્રાંત અધિકારી જે. એમ. રાવલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું છે કે આ મામલે તેઓ પ્રોજેક્ટ ડાયરેક્ટરને ધ્યાન દોરી સૂચના આપશે.

મહત્વની વાત છે કે ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરની જનતાના માથાના દુઃખાવા જેવી કોઈ સમસ્યા હોય તો શહેરની મધ્યમાંથી નીકળતો ધોરીમાર્ગ છે. અહીં શહેરની મુખ્ય શાકભાજી બજાર અને ટાવર ચોક પાસેથી જ આ માર્ગ નીકળે છે. જેના પરથી પસાર થતા મોટા વાહનોના લીધે અવાર-નવાર અકસ્માતો અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જ્યારે કેટલાક અકસ્માતોમાં તો લોકોને જીવ ગુમાવવાનો પણ વખત આવ્યો છે.

સરકારી આંકડા દર્શાવે છે કે, રાજ્યમાં સરેરાશ દર કલાકે 2 માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિ મૃત્યુ પામે છે. સરેરાશ દરરોજ 52 જેટલા માર્ગ અકસ્માતમાં કુલ 20 લોકો મૃત્યુ પામે છે. જ્યારે વિવિધ રિપોર્ટ્સ અનુસાર ભારતમાં માર્ગ અકસ્માતમાં દર કલાકે સરેરાશ 15 અકસ્માત થાય છે અને 17૭ લોકો મૃત્યુ પામે છે. ત્યારે ઉના બાયપાસ માર્ગના કામની કામગીરી પૂર્ણ કરીને પણ કેટલાક માર્ગ અકસ્મતો નિવારી શકાય તેમ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








