નવજીવન અરવલ્લી : ભણાત શાંતાબેન ગુજરાત ના ઇશાન ખૂણે આવેલા અરવલ્લી જીલ્લા ના મેઘરજ તાલુકાના વેડી ગામ ના વતની છે,તેમનું મૂળ પિયર મેઘરજ તાલુકાના બોરસલી ગામ માં છે,પરંતુ લગ્ન પછી છેલ્લા 40 વર્ષ થી તેઓ વેડી ગામમાં વસવાટ કરે છે. શાંતાબેન ના પરિવારમાં સાત સભ્યો છે,જેમાં શાંતાબેન તેમના પતિ તેમનો દીકરો ,વહુ અને તેમના પોત્ર અને પોત્રી નો સમાવેશ કરે છે. તેઓ ખેતી અને પશુપાલન કરી પરિવાર નું ગુજરાન ચલાવે છે.
વેડી ગામ ની કુલ વસ્તી આશરે 1000 લોકો ની છે જેમાં 90% વસ્તી આદિવાસી છે,આ ગામ ગુજરાત અને રાજસ્થાન ના સરહદે આવેલું છે તેથી અહી ના વ્યવહાર ,રીવાજો માં બંને રાજયો ની છાટ જોવા મળે છે.આ ગામ ડુંગરાળ હોવાથી અહી પાણી ની ખુબ વિકટ સમસ્યા છે. સુખડ નામ ની નદી છે પણ તેમાં ખુબ નહીવત પાણી હોય છે.અહી ની ખેતી પિયત પર આધારિત છે પણ સિચાઈ ની અસુવિધા ના કારણે અહી ફક્ત બે જ ઋતુ માં પાક લેવાય છે.શાંતાબેન પણ તેમના કુવા નો ઉપયોગ કરી રવિ અને ખરીફ પાક ઉગાડે છે.
ખેતી ના મોટાભાગ ના કામો શાંતાબેન જાતે જ કરે છે,પણ 6 મહિના પહેલા સુધી તેમની જમીન માં ફક્ત તેમના પતિ નુ જ નામ હતું.મહિલા ખેડૂતો હોવા છતાં તેમનું નામ જમીન માં હોતું નથી આથી મહિલાઓ ને હિંસા, ભેદભાવ નો સામનો કરવો પડતો હોય છે.આ માટે માનવ વિકાસ અને સંસોધન કેન્દ્ર -HDRC એ મહિલા અને જમીન માલિકી કાર્યકારી જૂથ-WGWLO સાથે મળી સ્વ ભૂમિ કેન્દ્ર ની શરૂઆત કરી જેમાં મેઘરજ તાલુકા ના ગામો માં મહિલા જમીન માલિકી અને સજીવ ખેતી ના જાગૃતિ મુદે કામ કરવામાં આવે છે.આ કાર્યકર્મ અંતર્ગત 2018 માં પેરા લીગલ વર્કર -PLW અટીબેન દ્વારા વેડી ગામ માં મહિલા જમીન માલિકી ના જાગૃતિ માટે ઝુંબેશ કરવામાં આવી હતી જેમાં શાંતાબેન તેમના બે જેઠાણીઓ સાથે જોડાયા હતા.
આ ઝુંબેશ માં મહિલા જમીન માલિકીના મહત્વ તથા તેના ફાયદાઓ વિષે ચર્ચા કરવામાં આવી હતી.આ ચર્ચા થી પેરિત થઇ શાંતાબેન એ અટીબેન સાથે વધુ વિગતે માહિતી મેળવી,શાંતાબેન HDRC ના કામગીરી થી વાકેફ હતા 2006 માં તેમના પોત્ર અને પોત્રી ને સંસ્થા દ્વારા શાળા માં એડમિશન કરાવવામાં આવ્યું હતું,આથી તેમણે અટીબેન સાથે રહી તેમના પરિવાર ના સભ્યો સમક્ષ આ વાત મૂકી, પણ શાંતાબેન ના પતિ અરજણભાઈ એ કહ્યું જમીન પર પહેલે થી 7000 હજાર રૂપિયા નો બોજો છે જે શાંતાબેન ના સસરા એ બધા ની સંમતી થી કુવા પર મોટર માટે સોસાયટી થી લીધી હતી. અરજણભાઈ અને અન્ય સભ્ય મહિલા જમીન માલિકી ત્યાર હતા પણ તેમને એવી માહિતી હતી કે જો બોજો ના ભરવામાં આવે તો હયાતી માં હક્ક દાખલ ના થાય, આથી બધા સભ્યો એ વિચાર્યું કે પૈસા ની સગવડ કરી ને હયાતી માં હક્ક દાખલ કરાવીશું.2019 માં ફરી વેડી ગામ માં ઝુંબેશ કરવામાં આવી ત્યારે અટીબેન એ બધા ને સમજાવ્યું કે બોજો હોય છતાં પણ હયાતી માં હક્ક દાખલ થઇ શકે છે,ફક્ત જમીન વેચી શકાય નહિ.
આ સમજાવટ પછી શાંતાબેન ના પરિવાર ના બધા સભ્યો ત્યાર થયા અને નક્કી કર્યું કે બોજા ની રકમ બહુ મોટી નથી તો જો બધા સંયુક્ત રીતે ભરી દે અને પછી શાંતાબેન અને બાકી ના બે જેઠાણીઓ નું પણ નામ હયાતી માં દાખલ કરાવીએ.શાંતાબેન ના પરિવાર કોઈને સોસાયટી ની પ્રક્રિયા વિષે બહુ માહિતી નાહતી, આથી અટીબેન 2020 ફેબ્રુઆરીમાં આ પ્રક્રિયા કરવામાં શાંતાબેન ની સાથે ગયા અને બોજા ની સંપૂર્ણ રકમ ભરી પાવતી લઇ ને મામલતદાર કચેરી માં ગયા અને તેમને આ પાવતી બતાવી જમીન પરથી બોજો દુર કર્યો.માર્ચ માં કોવીડ મહામારી ના કારણે લોકડાઉન ના કારણે આ પ્રક્રિયા આગળ વધી નહિ.આ દરમિયાન મહિલા કિસાન સખી કમળાબેન એ શાંતાબેન ને અન્ન સુરક્ષા અને ખેતી ને સુદ્ર્દ બનાવવા માટે ટકાઉ ખેતી પદ્ધતિ વિષે માહિતી આપી હતી,અને મેઘરજ સ્વ ભૂમિ કેન્દ્ર ના બીજ બેંક માં પણ જોડ્યા હતા એ બીજ બેંક માંથી લોકડાઉન વખતે શાંતાબેન એ મકાઈ અને ચના નું દેશી બિયારણ લઇ ખેતી કરી હતી,ત્યારબાદ કમલાબેન એ શાંતાબેન ને દેશી દવાઓ પણ બનાવતા શીખવ્યું છે,હાલ શાંતાબેન ૪ વીઘા ખેતર માં ટકાઉ ખેતી કરી રહ્યા છે.
વર્ષ 2021 માં ઉપયુક્ત પ્રક્રિયા બાદ ઈ-ધરા મામલતદાર પાસે જઈ શાંતાબેન અને તેમના બે જેઠાણી નું નામ જમીન માં હયાતી માં દાખલ કરવામાં આવ્યું.મે-2021 માં તેમની પાકી નોધ પડી હતી.આ સંપૂર્ણ પ્રક્રિયા દરમ્યાન શાંતાબેન અટીબેન ની સાથે રહી પ્રક્રિયા જોઈ હતી તેમણે તે બાદ બીજા 18 મહિલા ખેડૂતો ને જમીન માલિકી માટે સમજણ અને માહિતી આપી જમીન માલિકી કરવા માટે ત્યાર કર્યાં છે.
જુન-2021 માં શાંતાબેન એ પોતાના નામે સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત ભેસ ના તબેલા માટે અરજી કરી છે,જેમાં ભેસ નો તબેલો બાંધવા માટે 1.05 લાખ રૂપિયા ની સબસીડી મળે છે.પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે પણ ઓગસ્ટ માં તેમણે ફોર્મ ભર્યું છે.
શાંતાબેન હવે અન્ય મહેલા ખેડૂતો ને કહે છે કે ,
“ જમીન આપણો અધિકાર છે,ખેતી માં આટલું કામ કરીએ છે તો તે જમીન ના આપણે પણ સહ માલિક છીએ,જીવન ભર મજુર બની રહેવું એ મુર્ખામી છે.- આ જમીન અધિકાર મેળવી મેં મારી ખેડૂત તરીકે ની ઓળખ મેળવી છે.- આ અધિકાર મેળવવા માટે મને HDRC સંસ્થા એ ખુબ મદદ કરી છે,તેમનો આભાર છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









