નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં દારૂબંધી જેવુ કઈ છે કે નહીં તેવા જ સવાલો રોજ પ્રસિદ્ધ થતાં અહેવાલો વાંચીને ઊભા થાય છે, તેમાં પણ જે ગુજરાતનાં સરહદી જિલ્લાઓ છે તેમાં અન્ય રાજ્યોમાંથી અવાર-નવાર બુટલેગરો દારુ ઘુસાડતા હોય છે. તેવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે દમણથી દારૂ લાવવામાં આવે છે. પરંતુ બોટલમાં આવતો દારૂ તરત પોલીસની નજરે ચઢે છે અને પકડાઈ જાય છે. તેનાથી બચવા હવે બુટલેગરોએ (Bootlegger)કોથળીમાં વિદેશી દારૂની હેરફેર (Liquor Smuggling) શરૂ કરી છે. આવો જ એક કિસ્સો સુરતના (Surat) ઓલપાડમાંથી (Olpad) સામે આવ્યો છે. જેમાં એક બંધ ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો કોથળીમાં ભરેલો હતો અને સાથે જ દારૂની ખાલી બોટલો પણ પોલીસને મળી આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઓલપાડ સાયણ રોડ આવેલી GIDCમાં ગણેશ ઈન્ડ઼્રસટ્રીઝમાં કુલિંગ વોટરની આડમા દારૂનું રિફિલિંગ (Refilling of alcohol) થતું હોવાની બાતમી ઓલપાડ પોલીસને મળી હતી. જેના આધારે સવારના સમયે પોલીસે ગણેશ ઇન્ડ્સટ્રીઝમાં દરોડા પાડી તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ફેક્ટરીમાં હલકી કક્ષાનો દારૂ મોંઘી બ્રાન્ડની બોટલમાં રિફિંલિંગ કરવામાં આવતું હતું અને બહારથી કોથળીમાં હલકી કક્ષાનો વિદેશી દારૂ લાવવામાં આવતો હતો. કોઈને શંકા ન જાય તે માટે આ દારૂ કેમિકલના ડ્રમમાં સંતાડી હલકી ગુણવત્તાનો વિદેશી દારૂ લાવી મોંઘી બ્રાન્ડની બોટલમાં ભરવામાં આવતો હતો. ફેક્ટરીમાંથી પોલીસે દારૂની ખાલી બોટલો, સ્ટીકરો, બૂચ તેમજ બહારથી લાવવામાં આવતા દારૂની કોથળી સહિતનો મુદ્દામાલ કબ્જો કર્યો છે. તેમજ FSLની મદદ લઈ દારૂના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.
આ અંગે ઓલપાડના પી. આઈ. જે .જી. મોડે જણાવ્યું હતું કે, “ઓલપાડથી સાયણ જતા રોડ પર કડોદરા ગામની સીમમાં આવેલી ગણેશ ઈન્ડ્સટ્રીઝ અંગે માહિતી મળી હતી કે અહિયાં બોગસ દારૂ બનાવામાં આવી રહ્યો છે. જે બાતમીના અધારે દરોડો પાડી તપાસ કરતા સ્થળ પરથી બોટલ અને અન્ય મટરિયલ મળી આવ્યા છે. જેમાં પ્રથામિક તપાસમાં વિદેશી દારૂને મોડિફેકકશન કરીને મોંઘી બ્રાન્ડની બોટલમાં રિફિલિંગ કરવામાં આવતો હતો. જે અંગે FSLની મદદ લઈ તપાસ કરવામાં આવી છે. હાલમાં કેવા પ્રકારનું પ્રવાહી છે તે દિશામાં તપાસ કરી રહ્યા છે. અહિયાં દારૂ રિફિંલિંગ થતું હતું કે પછી અહિયાં મોડિફેકશન કરીને બનાવામાં આવતું હતું તે દિશામાં તપાસ ચાલી રહી છે.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796