નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં (Surat) દિવસને દિવસે હત્યાની ઘટના જાણે કે સામાન્ય બની હોય તેવી રીતે લોકો નજીવી બાબતોમાં હત્યાની ઘટના અંજામ આપી રહ્યા છે. ડાયમંડ સિટી સુરત હવે ક્રાઇમ સિટી સુરત (Surat Crime City) બનતું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયુ છે. તે વચ્ચે વધુ એક હત્યાની ઘટના સુરતના ગોડાદરા (Godadara) વિસ્તારમાંથી સામે આવી છે. જેમાં મિત્રો વચ્ચે મજાક કરવા બાબતે થયેલા ઝઘડામાં મોટા ભાઇ કારણ જાણવા જતા ઉશ્કેરાયેલા મિત્રઓએ જ મિત્રના મોટા ભાઈ પર ચાકુના ઘા મારી હત્યા નિપજાવી છે. જે સમ્રગ મામલે મૃતકની માતાએ ગોડાદરા પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતદેહને પોસ્ટમાર્ટ માટે સિવિલ હોસ્પિટલ મોકલી ફરિયાદના અધારે 7 જેટલા યુવક સામે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નિલેશ કુંવર છુટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ મંગળવારે રાત્રિ 10 વાગ્યાના અરસામાં કલાકુંજ સોસાયટી પાસે પોતાના મિત્રો પાસે બેસવા ગયો હતો. ત્યારે નિલેશ તેના મિત્ર દિનુ સાથે મજાક કરી રહ્યો હતો, તે દરમિયાન દિનુ ઉશ્કેરાયો હતો અને નિલેશને ગાળો બોલવા લાગ્યો હતો. જે બાબતે નિલેશ ગાળો બોલવાની ના પાડતા દિનુ અને તેના અન્ય મિત્રોએ નિલેશ પર ચાકુ વડે હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં નિલેશ ઘરે આવતા તેને સારવાર માટે સુરતની સ્મિમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
ઈજાગ્રસ્ત નિલેશનો મોટો ભાઈ કમલેશ ઝઘડાનું કારણ જાણવા નિલેશના મિત્રો પાસે ગયો હતો. જ્યાં શૈલેષ ઉર્ફે લાલો ઉશ્કેરાયો હતો અને તું મને મારવા આવ્યો છે. તેમ કહી શૈલેષ અને તેના મિત્રોઓએ કમલેશ સાથે માથકૂટ કરી હતી. આવેશમાં આવેલા શૈલેષેએ કમલેશના શરીરના ભાગે તલવાર તેમજ અન્ય મિત્ર અકુંશે કમલેશની પીઠના ભાગે આડેઘડ છરીના ઘા ઝીંક્યા હતા. કમલેશ પોતાનો જીવ બચાવવા ભાગતા દિનુએ તેની પાછળ દોડી માથા ભાગે ચાકુના ત્રણ જેટલા ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. કમલેશને લોહીલુહાણ હાલતમાં સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે કમલેશને મૃત જાહેર કર્યો હતો. આ મામલે મૃતકની માતાએ 7 જેટલા વ્યક્તિઓ સામે ગોડાદરા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તેમને પકડવા તપાસ હાથધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796