નવજીવન. સુરતઃ સુરતમાં ક્રિસમસની ઉજવણીમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. જેમાં લોકો ડીજેના તાલે ઝૂમ્યા હતા. તેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયો વાઇરલ થતાં પોલીસ હરકતમાં આવી છે. ઉમરા પોલીસએ પાર્ટીના આયોજક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં વેસુ મગદલ્લા રોડ પર પાર્ટી પ્લોટમાં પાર્ટી યોજવામાં આવી હતી. જેમાં ક્રિસમસની ઉજવણી માટે હજારો લોકો ભેગા થયા હતા. આટલા બધા લોકો ભેગા થઇને પાર્ટી મનાવી લીધી અને સ્થાનિક પોલીસને ગંધ પણ ન આવી તે આશ્ચર્યની વાત છે. રાજ્યમાં ત્રીજી લહેરનાં ખતરા વચ્ચે આટલી મોટી પાર્ટીને કઈ રીતે મંજૂરી આપવામાં આવી તે એક મોટો સવાલ છે.
બીજી બાજુ આજે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત ‘ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત સાયક્લોથોન’ સ્પર્ધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં મંત્રીઓ સહિત અનેક માસ્ક વગર જ જોવા મળ્યા હતા.
વિશ્વભરમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. સાથે જ ભારતમાં પણ કોરોના અને ઓમિક્રોનની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યા છે. જો કે ગઈ કાલે PM નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન પણ આપ્યું હતું અને સાવચેત રહેવા અને કોરોના ગાઈડ લાઈન્સનું પાલન કરવા માટે અપીલ કરી હતી. બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યક્રમમાં તેના ધજાગરા ઉડતા નજરે પડે છે. જે રીતે તહેવારો અને કાર્યક્રમમાં ભીડ એકઠી થઈ રહી છે તે જોતાં લાગી રહ્યું છે કે ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા છે. જોકે હાલ સ્થિતિ એવી છે કે હાલમાં જ નાઈટ કરફ્યૂનો સમય લંબાવાયો છે. જ્યાં એક તરફ ધીમે ધીમે ધંધા રોજગાર પાટે ચઢવાના શરૂ થાય છે ત્યાં જ કોરોના ફરી દુશ્મન બનીને આવી રહ્યો છે. જેને કારણે હવે સરકારે નાઈટ કરફ્યૂ જાહેર કર્યો છે. જોકે સરકારે આવા જ કાર્યક્રમો કરવા છે, જનતાએ આવા જ કાર્યક્રમો કરવા છે તો પછી નાઈટ કરફ્યૂને તાયફો કહેવો વધુ યોગ્ય કહેવો કે શું તે યક્ષ પ્રશ્ન છે.
સુરતમાં ક્રિસમસની ઉજવણીમાં હજારો લોકો ઉમટ્યા, કોરોના ગાઈડ લાઇન્સ ધજાગરા ઊડ્યાં pic.twitter.com/SFbn8CiOtG
— jayant dafda (@DafdaJayant) December 26, 2021
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.