Saturday, October 4, 2025
HomeGeneralસુરત: મંકીકેપ પહેરી ચેઇન સ્નેચિંગ કરતાં 2 આરોપી ઝડપાયા, 16 ગુનાના ભેદ...

સુરત: મંકીકેપ પહેરી ચેઇન સ્નેચિંગ કરતાં 2 આરોપી ઝડપાયા, 16 ગુનાના ભેદ ઉકેલાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરત: સુરતમાં બે દિવસ અગાઉ નંબર વગરની બાઇક લઈને મંકીકેપ પહેરી લોકોના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતાં બે રીઢા ગુનેનારને પોલીસે પકડવા જતાં આરોપીઓએ પોલીસકર્મી પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કરી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. બનાવ સ્થળે લોકોનું ટોળું એકત્રિત થતાં અન્ય વાહન ચાલકને છરી બતાવી નંબર વગરનું બાઇક મૂકીને તેનું મોપેડ લઈને નાસી છૂટ્યા હતા.



પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના ખટોદરા રોકડિયા હનુમાન મંદિરની ગળી પાસે નંબર વગરની બાઇક પર મંકીકેપ લગાવીને આવેલા બે વ્યક્તિને પકડવા જતાં પોલીસકર્મી પર હુમલો કરવાનો પ્રયાસ કરીને પોલીસ પકડથી ભાગી ગયા હતા. તે જ દિવસે યુનિવર્સીટી પાસે છરો બતાવી ચેઈનની લૂંટ થઈ હતી. આ સિવાય અન્ય બે ચેઈન સ્નેચીંગના બનાવો પણ સામે આવ્યા હતા. જે બાબતે પોલીસે ગુનો નોંધી આ બનાવ પાછળ સંડોવાયેલા આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

આ બનાવના આરોપી અંગે આજે પોલીસને બાતમી મળતા પોલીસકર્મીએ ઉધના મગદલ્લા રોડ ગાંધીકુટીરની પાછળ RM ડીસ્પોઝલ પ્લાન્ટના ખાડીના પુલ પાસેથી આરોપી ગણેશ ઉર્ફે ગણીયો રવિન્દ્ર વાઘ , વિજય ડાહ્યાભાઇ કાંગરીવાળાને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી સોનાની 13 ચેઇન, લૂંટ કરેલું મોપેડ, છરો મળી આવ્યો હતો.



પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે ગણેશ ઉર્ફે ગણીયો રવિન્દ્ર વાઘ અને અક્ષય શીદ ચેઇન સ્નેચીંગના ગુનાઓને અંજામ આપવા માટે નિકળતા ત્યારે કોઇ ભોગ બનનાર કે પબ્લીક તેમનો પીછો કરે અને પકડવા જાય તો છરો બતાવી ડરાવવા અને હુમલો કરવા માટે ઉપયોગ કરતાં હતા. પકડાયેલા આરોપી વિરુદ્ધ સરથાણા -૨ , ઉમરા પો.સ્ટે -૬ , અડાજણ -૪ , ખટોદરા -૨ , જહાગીરપુરા -૧ , જેમા ચેઇન સ્નેચીંગ- ૧૩ , લુંટ -૨ , મોબાઈલ સ્નેચીંગ -૧ કુલ- ૧૬ ગુના પોલીસે ડિટેક્ટ કરી નાખ્યા છે. જોકે પકડાયેલા બંને માંથી એક આરોપી પર તો 25 કરતાં વધુ ગુનાઓ ભૂતકાળમાં દાખલ થઇ ચુક્યા છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular