Friday, September 26, 2025
HomeNationalUAPA હેઠળ આરોપીને ડિફોલ્ટ જામીન આપવાના હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે રદ કર્યો,...

UAPA હેઠળ આરોપીને ડિફોલ્ટ જામીન આપવાના હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે રદ કર્યો, આરોપીને કસ્ટડીમાં લેવાનો આદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ક્રિમિનલ પ્રોસીઝર કોડ કે જે CRPC તરીકે ઓળખાય છે અને આરોપીની અટકાયતથી લઈ કેસ ચલાવવા સુધીની તમામ પ્રક્રિયા CRPCના નિયમો મુજબ થાય છે. એક નિયમ એવો છે કે, કોઈ આરોપી સામે ફરિયાદ થાય અને ફરિયાદ થયાના દિવસથી નિર્ધારિત દિવસોમાં આરોપી સામે તહોમત દાખલ કરવામાં ન આવે તો આરોપી ડિફોલ્ટ જામીન માગી શકે છે. જેમ કે દુષ્કર્મ, હત્યા જેવા કેસોમાં આરોપી સામે તહોમત દાખલ કરવા માટે પોલીસ પાસે 90 દિવસનો સમય હોય છે, જ્યારે NDPS, UAPA તેમજ આતંકી ગતિવિધિઓ સાથે સંકળાયેલા આરોપીઓ સામે ચાર્જશીટ કરવા માટે પોલીસ પાસે 180 દિવસનો સમય હોય છે. ત્યારે એક આરોપી સામે UAPA હેઠળ નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે નિર્ધારિત દિવસોમાં તહોમતનામું દાખલ ન કરતાં દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) આરોપીના ડિફોલ્ટ જામીન મંજૂર કર્યા હતા. આરોપીના ડિફોલ્ટ જામીનને સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પડકારવામાં આવ્યા હતા. જેમાં સુપ્રિમ કોર્ટે આરોપીના ડિફોલ્ટ જામીન રદ કરી આરોપીને કસ્ટડીમાં લેવાનો આદેશ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કેસની વિગત પ્રમાણે દિલ્હી પોલીસે ગેરકાનૂની ગતિવિધિ અધિનિયમ એટલે કે UAPA હેઠળ એક આરોપીની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીના દાવા અનુસાર આરોપી હથિયારોના પ્રશિક્ષણ માટે સીમા પાર કરી પાકિસ્તાન જવાની તૈયારીમાં હતો. પરંતુ તપાસ કરનાર એજન્સી નિર્ધારિત સમયમાં આરોપી સામેની તપાસ પૂર્ણ કરી શકી નહીં. એટલે કે 180 દિવસ કરતાં વધુ સમય પછી આરોપી સામે તહોમતનામું દાખલ કરવામાં આવ્યું. નિર્ધારિત દિવસો કરતાં વધુ દિવસનો સમય લાગતાં આરોપીએ દિલ્હી હાઈકોર્ટમાં ડિફોલ્ટ જામીન માટે અરજી કરી હતી. ડિફોલ્ટ જામીન માટે આરોપીએ કરેલી જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, તપાસ એજન્સી આરોપી સામે નિર્ધારિત દિવસમાં ચાર્જશીટ દાખલ કરી શકી નથી. જેથી આરોપી સામે પૂરતા પુરાવા ન હોય તેવું માની શકાય અને તે આધાર પર આરોપીના ડિફોલ્ટ જામીન મંજૂર કરવામાં આવે છે.

- Advertisement -

જો કે દિલ્હી હાઈકોર્ટે આરોપીને ડિફોલ્ટ જામીન આપતા હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેની સુનાવણી કરતાં સુપ્રિમ કોર્ટે કહ્યું કે, કોર્ટે આતંકી ગતિવિધિઓ સાથે સંકળાયેલા કેસોને હળવાશથી ન લેવા જોઈએ. સુપ્રિમ કોર્ટમાં જસ્ટીસ વિક્રમ નાથ અને રાજેશ બિંડલની ખંડપીઠે કહ્યું કે, દિલ્હી હાઈકોર્ટે TADA કેસમાં સુપ્રિમ કોર્ટના 1994ના ચુકાદાનો ખોટી રીતે વિશ્વાસ કર્યો છે. તેમજ UAPA કેસમાં 2019ના ચુકાદાને અવગણ્યો છે. 2019ના UAPA કેસના ચુકાદા મુજબ તપાસ માટે નિર્ધારિત દિવસ કરતાં મહત્તમ 180 દિવસનો સમયગાળો લંબાવી શકાય છે.

વધુમાં સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું કે, ગુનાની પ્રકૃતિ પણ ધ્યાનમાં લેવી જોઈએ. એટલે કે ગુનાની ગંભીરતા પર પણ વિચાર કરવો જોઈએ. કેસના પાસા વિષે વિચાર કરવો કોર્ટની જવાબદારી છે. કેમ કે આ પ્રકારના કેસોની અસર દેશના દુશ્મન દેશો પર પણ પડતી હોય છે. આ પકારે કેસની ગંભીરતા ધ્યાને લઈ સુપ્રિમ કોર્ટે આરોપીને આપેલા ડિફોલ્ટ જામીન રદ કર્યા હતા અને આરોપીને તાત્કાલિક કસ્ટડીમાં લેવાનો આદેશ કર્યો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular