જય અમીન (નવજીવન ન્યૂઝ.અરવલ્લી) : માર્ગ સલામતી માસ પૂર્ણ થતાં જ સંબંધિત વિભાગો આરામની મુદ્રામાં હોય તેવું દૃશ્ય સામે આવ્યું છે. એક તરફ શાળાઓમાં બોર્ડની પરીક્ષાને લઈને વિદાય સમારંભ યોજાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ વિદાય લઈ રહેલા કેટલાક સેકન્ડરી અને હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓ બુલેટ લઈને પહોંચ્યા હોવાની ઘટના સામે આવી છે. મોડાસા શહેરના મુખ્ય માર્ગો પર અને બાયપાસ રોડ બુલેટ રાજાઓનો રીતસરનો આતંક જોવા મળી રહ્યો છે. ફટફટીયા બુલેટ ચાલકો બેફામ સ્પીડ અને નંબર પ્લેટના નિયમના ધજાગરા ઉડાવી રહ્યા છે.
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન પાછળ આવેલા સર્કિટ હાઉસની ખુલ્લી જગ્યામાં વિદ્યાર્થીઓએ અંદાજ એક કલાક સુધી બુલેટ હંકારી હતી. આ દરમિયાન સાયલેન્સરમાંથી ફટાકડા જેવા ધડાકા કરતાં આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો મૂંઝવણમાં મુકાયા હતા કે ફટાકડાનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે. ગણવેશ પરથી શ્રી કે. એન. શાહ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ હોવાની જાણકારી મળી હતી.
ધડાકાભેર અવાજોના કારણે વિસ્તારના નાગરિકોમાં ભય અને અચંબો ફેલાયો હતો. માર્ગ સલામતી અંગે અભિયાન ચાલ્યા બાદ પણ આવી બેદરકારી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે જવાબદાર તંત્ર દ્વારા દેખરેખ કેમ રાખવામાં આવી નહીં.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








