નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: સોમનાથ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમા (MLA Vimal Chudasama) ને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે. વિમલ ચૂડાસમા સહિત કુલ 3 વ્યક્તિને કોર્ટે 6 મહિનાની સજા ફટાકરી છે.
ગીર સોમનાથ જિલ્લાની સોમનાથ વિધાનસભા બેઠકના ધારાસભ્ય વિમલ ચૂડાસમાને કોર્ટે 6 મહિનાની સજા ફટકારી છે. ગીર સોમનાથની માળિયા-હાટીના કોર્ટે કોંગ્રેસી ધારાસભ્યને વર્ષ 2010ના કેસ મામલે સજા ફટકારી છે. સાથે જ અન્ય બે વ્યક્તિઓ કે જે આ કેસના આરોપી હતા તેને પણ સજા ફટકારવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2010માં મીત વૈદ્ય અને હરીશ ચુડાસમા નામના ફરિયાદી પર હુમલો કરવામાં આવ્યો હતો. જે મામલાનો કેસ માળિયા હાટીના કેસમાં ચાલી રહ્યો હતો અને તેમાં ધારાસભ્ય વિમલ ચૂડાસમા સહિત 3 આરોપીઓ સામેલ હતા. આ મામલાની સુનવણી કરતા માળીયા હાટીના કોર્ટ દ્વારા તમામ આરોપીઓને 6 માસની કેદની સજા ફટકરવાનો હુકમ કર્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








