નવજીવન ન્યૂઝ.બનાસકાંઠાઃ હાલમાં વરસાદી માહોલ દરમિયાન મચ્છરો અને માખીઓ જેવા જંતુઓથી લોકો અને પશુઓ પણ પરેશાન થાય છે તે સ્વાભાવીક બધાએ અનુભવ્યું હશે. હવે તંત્ર મચ્છરજન્ય રોગોને રોકવા અને તેના માટે કેટલા કામ કરે છે તે તો સહુની સામે જ છે. જોકે તંત્રના ભરોસે બેસી ન રહેનારાઓ ઘણી વખત ગજબનો દેશી જુગાડ લગાવી દેતા હોય છે. અને આવો જ એક દેશી જુગાડ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો છે. અહીં આપ એક વીડિયો જુઓ જે પછી તમને વધુ આઈડિયા આવશે.
એક વ્યક્તિએ પશુઓ બાંધવાના ગમણ પાસે લીમડાનો ધૂમાડો કર્યો અને ત્યાં એક ટેબલ ફેન ફરતો મુકી દીધો. જેના કારણે ધૂમાડો ખૂણે ખૂણે સુધી પહોંચાડી શકાય. વીડિયોમાં માણસે કેવું ભેજુ દોડાવ્યું છે તે જોઈ શકાય છે. અહીં વીડિયો ટ્વીટ કરનાર વ્યક્તિએ લખ્યું છે કે, મચ્છરો અને અન્ય જંતુઓથી ગાયોને બચાવવા માટે ધૂમાડો છોડવા સ્માર્ટ ઈનોવેશન. તેમણે આ વીડિયો ગુજરાતના બનાસકાંઠા ખાતેના ડેરા ગામનો હોવાનો દાવો કર્યો છે.








