નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં એક તરફ મહિલા સુરક્ષાને લઈને ગુજરાત મોડલને આગળ ધરવામાં આવતું હોય છે. પરંતુ રોજ-બરોજ પોલીસ ચોપડે મહિલા સંબંધી ગુનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તેવામાં આજે રાજકોટમાં એક વ્યક્તિએ તો કાયદા કાનુનની કોઈ બીજ જ ન હોય તેમ રોડ પર જતી યુવતીની જાહેરમાં જ છેડતી કરીને તેની પર હુમલો કરી દીધો હતો.
માહિતી અનુસાર, રાજકોટના મંગળા મેઈન રોડ પર ધોળા દિવસે પસાર થતી યુવતીની એક વ્યક્તિ છેડતી કરી હતી. આ વ્યક્તિને એટલાથી મન ન ભરાયું તો તેણે રોડ પર જ યુવતીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. જાહેર રોડ પર યુવતીને માર મારતા જોઈને રાહદારીઓ પણ ઉભા રહી ગયા હતા અને યુવતીની મદદે આવ્યા હતા. આસપાસના ટોળા એકત્રીત થઈ જતા છેડતી કરતા વ્યક્તિને મેથીપાક આપ્યો હતો અને યુવતીનો બચાવ કરવામાં આવ્યો હતો.
ધોળા દિવસે બનેલી આ ઘટના CCTVમાં કેદ થઈ હતી. પોલીસે આ મામલે છેડતી કરનાર શખ્સને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. આ યુવતી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. છેડતી કરનાર વ્યક્તિએ યુવતી સાથે ઝપાઝપી કરતાં સામે યુવતીએ આ વ્યક્તિની સામે પ્રતિકાર આપી જવાબ આપવાનો પ્રયાસ કરતા યુવકનો પારો છટકી હયો હતો અને યુવતી પર હિંસક હુમલો કર્યો હતો. સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસે આ વ્યક્તિ સામે ગુનો નોંધીને તેને ઝડપી પાડયો હતો. તેનું નામ ભાવેશ બીજલભાઇ ઝરીયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
CCTV: રાજકોટમાં મહિલા કેટલી સુરક્ષીત..!! જાહેરમાં યુવતીની છેડતી અને હુમલો, લોકોએ બોલાવ્યા "મોર" pic.twitter.com/mh7HhORyZl
— Navajivan News (@NavajivanNews) May 10, 2022
![]() |
![]() |
![]() |