Thursday, October 2, 2025
HomeGeneralગુજરાતમાં અરવિંદ કેજરીવાલની મુલાકાત દરમિયાન થઈ શકે છે હિંસક હુમલો: ગોપાલ ઇટાલિયા

ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની મુલાકાત દરમિયાન થઈ શકે છે હિંસક હુમલો: ગોપાલ ઇટાલિયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બિગુલ વાગી રહ્યા છે ત્યારે દરેક પક્ષના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની મુલાકાત કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં બે વાર ગુજરાતની મુલાકાત કરી ચૂક્યા છે, જ્યારે આજે કોંગ્રેસનાં રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે હવે આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વધુ એક વાર ગુજરાતની મુલાકાત કરવાના છે. અરવિંદ કેજરીવાલ આ વખતે સૌરાષ્ટ્રમાં રાજકોટની મુલાકાત પહેલા ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને રાજકોટ કોંગ્રેસમાંથી આપમાં જોડેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આજે એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે અરવિંદ કેજરીવાલ પર ગુજરાત પ્રવાસ વખતે હુમલો થવાની શક્યતાઓ દર્શાવતા ભય વ્યક્ત કર્યો હતો.



ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, “આપણાં દેશના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી અને કામની રાજનીતિ શરૂ કરવાવાળા અરવિંદ કેજરીવાલ ગુજરાતનાં રાજકોટમાં પધારી રહ્યા છે. આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર દિવસેને દિવસે મજબૂત બની રહી છે. આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતીની જનતાના વિશ્વાસ તરીકે, જનતાની આશા તરીકે અને જનતાની અપેક્ષા તરીકે મજબૂત બની રહી છે ત્યારે ભાજપના ભ્રષ્ટ અને ભાજપના બેઈમાન લોકોના પેટમાં તેલ રેડાયું છે. ભાજપના જે લોકોને ઈમાનદાર રાજનીતિથી ડર લાગ્યો છે તેમણે મારમારી અને હિંસા ઉપર ઉતારી આવ્યા છે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે જો તેમણે ગુજરાતની જનતાની પાયાની જરીરિયાતો જેવી કે રોડ-રસ્તા, શિક્ષણ, પાણી અને રોજગારી ઉપર પૂરતું ધ્યાન આપ્યું હોત તો આજે ડરવાની જરૂર ન હતી. હવે જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરતાંના જુસ્સામાં વધારો થયો છે અને ભાજપનો ડર વધ્યો છે જેના કારણે તેમણે લુખ્ખાગિરિ ઉપર ઉતારી આવ્યા છે.”

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “અરવિંદ કેજરીવાલના આગમન પહેલા જ્યાં જ્યાં તેમના વેલકમ માટે હોર્ડીંગ્સ લગાવવામાં આવ્યા હતા તે ભાજપના લફંગાઓએ તોડી પાડ્યા છે, જ્યાં આમ આદમી પાર્ટીના ઝંડા લગાવવામાં આવ્યા હતા તે પણ આ લફંગાઓએ તોડી પાડ્યા છે. કાલે એક નવી વાત અમારા ધ્યાને આવી છે. ભાજપના યુવામોરચાના લફંગાઓ- લુખ્ખાતત્વો અરવિંદ કેજરીવાલ ઉપર હિંસક હુમલો કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. દિલ્હીના કોઈ લુખ્ખાને પંજાબ પોલીસે પકડ્યો તેના કારણે ગુજરાત ભાજપના યુવામોરચાના લોકો ખૂબ ઉશ્કેરાયેલા છે અને સી આર પાટિલના નેતૃત્વમાં આ લફંગાવેડા અભિયાન શરૂ કર્યું છે. સી આર પાટિલની સીધી સૂચનાથી ભાજપના આ લફંગાઓ આમ આદમી પાર્ટીના આ કાર્યક્રમને ખરાબ કરવાનું પ્લાનિગ કરી રહ્યા છે. આ અંગે અમે રાજકોટ શહેર પોલીસ કમિશનરની પણ મુલાકાત કરી હતી અને તેમને આ અંગે સાવચેત કર્યા છે.”



ત્યાર બાદ તેમણે જણાવ્યું હતું કે, “ગુજરાતની રાજનીતીમાં જનતાને ઘણા વર્ષો પછી એક સારો વિકલ્પ મળ્યો છે. અરવિંદ કેજરીવાલની આ મુલાકાતને લઈને રાજકોટ સહિત આસપાસના જિલ્લાઓમાંથી પણ અમને સારો પ્રતિસાદ મળ્યો છે. આસપાસના જિલ્લાના ઘણા સામાજિક આગેવાનો હોય કે અલગ અલગ એશોસિયેશનના પ્રમુખ હોય તેમણે પણ અરવિંદ કેજરીવાલને મળવાનો સમય માગ્યો છે અને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું છે.”



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular