નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં માત્ર 10 વર્ષ ની બાળકીએ આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. બાળકીએ બાથરૂમમાં દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આપઘાત કરવાનું કારણ અકબંધ છે. બાળકીએ આપઘાત કરી લેતા તેના માતા-પિતાની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવશે. પોલીસ પૂછપરછ બાદ આપઘાત કરવાનું કારણ સામે આવી શકે છે.
માહિતી અનુસાર, રાજકોટના યાજ્ઞિનક રોડ પર આવેલા ન્યુ જાગનાથ પ્લોટ શેરીમાં રહેલી કરિશ્મા સોની નામની 10 વર્ષની બાળકી બાથરૂમમાંથી બેભાન થયેલી હાલતમાં મળી આવી હતી. બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા બાળકીના પરવારજનોએ તબીબને જણાવ્યુ હતું કે બાળકીએ ગળે ફાંસો ખાધો છે. હોસ્પિટલમાં ફરજ પરના તબીબીએ કરિશ્માને મૃત જાહેર કરી હતી. હાલ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં એ.ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે બાળકીના પરિવારજનોની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, બાળકી 11:30 વાગ્યાની આસપાસ ઘરના બાથરૂમમાં ન્હાવા માટે ગઈ હતી. આ દરમિયાન માતા ઉપરના રૂમમાં હતા તે સમયે બાળકીએ બાથરૂમના એંગલમાં દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. બાળકીએ કયા કારણોસર આપઘાત કર્યો તેનાથી પરિવાર પણ અજાણ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. બાળકીના પિતા રેસ્ટોરન્ટમાં કુક તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે માતા નેહાબેન ઘરકામ કરે છે. કરિશ્મા બે ભાઈ અને બે બહેનમાં મોટી હતી. કરિશ્માએ આપઘાત કરતાં પહેલાં માતાએ તેને પિતાને ટીફીન આપવા જવા કયું હતું જે બાબતે બાળકી અને માતા વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી. આ વાતનું કરિશ્માને માઠું લાગી આવતા ગળેફાંસો ખાધો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.