Sunday, October 26, 2025
HomeGujaratAhmedabadગુજરાતમાં વરસાદે એક જીવ લીધો, સુરેન્દ્રનગરમાં પાણી ભરાઈ જતાં એમ્બ્યુલન્સ સમયસર ન...

ગુજરાતમાં વરસાદે એક જીવ લીધો, સુરેન્દ્રનગરમાં પાણી ભરાઈ જતાં એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Gujarat Rain Update : ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ સરેરાસ કરતાં વધારે વરસાદ (Varsad) જોવા મળી રહ્યો છે, જેના કારણે મોટા ભાગના જિલ્લાઓ જળબંબાકાર બન્યા છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. હાઇવે પર પણ ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે ટ્રાફિકજામના દૃશ્યો પણ સર્જાયા છે. ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે ગામડાઓ પાણીમાં તરબોળ બન્યા છે. તેમજમાં ગામડાઓમાં પાણી ભરાઈ જતા ઘણી જગ્યાએ તો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. બનાસકાંઠા, પાલનપુર અને ડીસા જેવા શહેરોમાં વરસાદના કારણે પાણી ભરાઈ જતા લોકોની સ્થિતિ કફોળી બની છે.

બીજી તરફ સુરેન્દ્રનગરના (Surendranagar) લખતર ખાતે આડેસર અને લીલાપુર પાસે અંડર પાસમાં પાણી ભરાઈ (Water Logging) જતા લીલાપુરમાં ગામના લોકોને અવર-જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ આ ગામમાં સ્થિતિ એવી છે કે, એક જગ્યાથી બીજી જગ્યાએ વાહન લઈને જઈ શકાતું નથી. આજે સવારે સુરેન્દ્રનગરના લીલાપુર ગામમાં એક મહિલા ડાયાબિટીસ કારણે બેભાન થઈ હતી, જેના પગલે ગ્રામજનોએ સારવાર માટે એમ્બ્યુલેન્સને જાણ કરી હતી. પરંતુ આડેસર લીલાપુર ગામને જોડતા અંડરપાસમાં પાણી ભરાઈ જતા એમ્બયુલેન્સ સમયસર ગામમાં પહોંચી શકી ન હતી. જેના કારણે મહિલના સમયસર સારવાર ન મળતા મહિલાનું મૃત્યુ થયું હતું. જેના પગલે પરિવારના લોકોમાં ભારે રોષ તંત્રની કામગીરી સામે જોવા મળ્યો હતો. તેમજ મૃતક મહિલા ગામના સરપંચની પત્ની હોવાનું સામે આવ્યુ છે. જો મહિલાને સમયસર સારવાર મળી હોત તો આજે મહિલા જીવતી હોત.

- Advertisement -

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરતા જણાવ્યું છે કે, આજે 7 જુલાઈથી 12 જુલાઈના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તેમજ નવસારી, વલસાડ, સુરત અને ડાંગમાં 15 ઈંચ વરસાદ ખાબકી શકે છે. જ્યારે બનાસકાંઠામાં 8 ઈંચ તેમજ પાટણ વડોદરા, આણંદ અને મહેસાણામાં 4 ઈંચ જેટલો વરસાદની ખાબકવાની શક્યતા છે અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular