નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશનના પ્રિમોન્શુન કામગીરીની પરીક્ષા લઈ લેતા એક ધોધમાર વરસાદે અમદાવાદની સ્માર્ટ સિટીની સ્માર્ટનેશને પારખી નાખી હતી. આ કારણે અમદાવાદમાં ઠેરઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામ થયા, લોકોના જીવન પર પહોંચેલી અસર વચ્ચે ખાખીની લાજ રાખનારા પોલીસ જવાનો પણ જોવા મળ્યા હતા. અમદાવાદ પોલીસની આ કામગીરીને તમે પણ સો સલામ કરશો તે નક્કી છે.
અમદાવાદમાં ગતરોજ સરેરાશ 14 ઈંચ વરસાદ નોંધાયો જેમાં ઉસ્માનપુરા વિસ્તારમાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ નોંધાયો હતો. લોકોની પરેશાનીઓમાં વધારો થયો છે તે સ્વાભાવીક છે પરંતુ આ દરમિયાનમાં કેટલીક માનવતા મહેકાવતી ઘટનાઓ પણ જોવા મળી હતી. અમારા નવજીવન ન્યૂઝના પત્રકાર જયંત દાફડા દ્વારા પાણીમાં ફસાયેલા વાહનો અને લોકોને બહાર નીકળવામાં મદદ કરવા સાથે સાથે અમદાવાદ પોલીસ અને એવા ઘણા સ્થાનીકોએ એક બીજાની પડખે ઊભા રહી મદદ કરી હોવાની ઘટનાઓ સામે આવી છે. માનવતાની સુવાસ ફેલાવનારી આ ઘટનાઓએ કપરી સ્થિતિમાં પણ લોકોના મોંઢા પર હળવું સ્મિત અપાવ્યું હતું.
અદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. જેના કારણે હોસ્પિટલમાં સારવાર માટે આવેલા લોકોને હોસ્પિટલની બહાર જવું આવવું મુશ્કેલ બનતું જોવા મળ્યું હતું. લોકોની આ સ્થિતિ જોઈ અહીં હાજર પોલીસ જવાનોએ પોતાના સ્વજનની સેવા થાય તેવી સેવા કરવાનું નક્કી કર્યું અને દર્દીઓ, બાળકોને ઉંચકી શકાય તો ઉચકીને નહીં તો તેમનો ટેકો બનીને નિઃસ્વાર્થ રીતે સેવા કરવાનું શરૂ કર્યું હતું. વરસાદમાં બીજા દિવસે પણ ઘણા વિસાતારો તો પાણમાં જ ગરકાવ જોવા મળ્યા હતા.
આ તરફ ભારે વરસાદમાં પ્રહલાદનગર પરના ઔડાના તળાવની પાળી તૂટી જતાં તેની આજુબાજુના વિસ્તારમાં પાણી ફરિવળ્યા હતા. વ્રજવિહાર એપાર્ટમેન્ટનું બેઝમેન્ટ પાણીથી ભરાઈ ગયું હતું. પાર્કિંગમાં ઊભેલી કાર આખી જ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. મોડી રાત્રે ફરી વરસાદ શરૂ થતાં આ વિસ્તાર માટે તો પડ્યા પર વધુ એક પાટું જેવો ઘાટ થયો હતો. લોકો પણ સાંજના સમયથી બીજા દિવસ સવાર સુધી ટ્રાફીક જામમાં રહ્યા હોય તેવા પણ કિસ્સાઓ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








