Sunday, May 24, 2026
HomeGeneralPM Shimla Visit: માતા હિરા બાનું સ્કેચ જોતા જ મોદીએ અટકાવડાવી કાર,...

PM Shimla Visit: માતા હિરા બાનું સ્કેચ જોતા જ મોદીએ અટકાવડાવી કાર, મહિલા પત્રકારને પુછ્યો આ સવાલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.શિમલાઃ મંગળવારે તેમની સરકારના આઠ વર્ષ પૂરા થયાની ઉજવણી કરવા વડાપ્રધાન મોદી શિમલા પહોંચ્યા હતા. એક મહિલા ચિત્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની માતાનો સ્કેચ ભેટ કર્યો હતો. જ્યારે પીએમ કાર્યક્રમ પૂરો કરીને પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન તેમની નજર ભીડમાં ઉભેલી એક છોકરી પર પડી જેણે હાથમાં તેમની માતાનો સ્કેચ પકડ્યો હતો. પીએમએ તરત જ પોતાની કાર રોકાવીને ભીડ વચ્ચે છોકરી પાસે પહોંચ્યા. મહિલા ચિત્રકારે પીએમને સ્કેચ રજૂ કર્યો હતો. પીએમએ તેની માતાના સ્કેચને સ્વીકારીને ચિત્રકારને તેનું નામ પૂછ્યું.

એ પણ પૂછ્યું- શું તમે સ્કેચ જાતે બનાવો છો? તમે કેટલા દિવસમાં બનાવ્યો ? અને તમે ક્યાં રહો છો? જવાબમાં છોકરીએ કહ્યું- હું શિમલામાં રહું છું અને એક દિવસમાં સ્કેચ બનાવું છું. યુવતીએ આગળ કહ્યું- મેં તમારો (પીએમનો) સ્કેચ પણ બનાવ્યો છે. પરંતુ કોઈ કારણસર તે મળી શક્યું નથી. આના પર પીએમ નરેન્દ્ર મોદીએ પણ બાળકીના માથા પર હાથ રાખીને આશીર્વાદ આપ્યા હતા. મળતી માહિતી મુજબ, શિમલાના તુતિકાંડીમાં રહેતા હરિયાણાના રેવાડીના એક ચિત્રકાર અનુ યાદવે પીએમ મોદીની માતાનો સ્કેચ બનાવ્યો હતો. અનુએ કહ્યું કે તે પીએમને તેની માતાનો સ્કેચ રજૂ કરીને ખૂબ જ ખુશ છે.

- Advertisement -

આ પહેલા મોદીએ કેન્દ્ર સરકારના આઠ વર્ષ પૂરા થવાના અવસરે શિમલામાં આયોજિત રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ ‘ગરીબ કલ્યાણ સંમેલન’માં ઐતિહાસિક રિજ મેદાનથી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. પીએમને સાંભળવા માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઐતિહાસિક રિજ મેદાન પહોંચ્યા હતા. પીએમ મોદીએ કેન્દ્રના આઠ મંત્રાલયોની 16 યોજનાઓ હેઠળ દેશના દરેક જિલ્લામાંથી પસંદગીના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી. આ સાથે 21,000 કરોડ રૂપિયાના કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો પણ બહાર પાડવામાં આવ્યો હતો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular