નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) વડાપ્રધાનની ડિગ્રીને (PM Modi degree) લઈને કેટલાક સવાલો કર્યા હતા, સાથે જ નિવેદનો પણ આપ્યા હતા. જેને લઈને ગુજરાત યુનિવર્સીટીએ (Gujarat University) અમદાવાદ મેટ્રો કોર્ટમાં (Ahmedabad Metro Court) CM અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહ સામે માનહાનિનો કેસ (Defamation Case) કર્યો હતો. આજે મેટ્રો કોટ્રેમાં આ કેસની ટ્રાલય દરમિયાન અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહને હાજર રહેવા માટે અગાઉ સુચના આપી હતી. તેમ છતાં આજની સુનાવણીમાં તેમના વતી વકીલો હાજર રહ્યા હતા.
શું હતો સમગ્ર મામલો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ડિગ્રી માગી હતી. વડાપ્રધાન કેટલું ભણેલા છે, તેના વિશે જાણકારી મેળવવા ગુજરાત યુનિવર્સિટી પાસેથી PM નરેન્દ્ર મોદીના ડિગ્રી સર્ટિફિકેટની માગ કરવામાં આવી હતી. જેના કારણે ભારતના CICએ PM મોદીની ડિગ્રી બાબતે જન સુચના અધિકારી ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીને PM મોદીની ડિગ્રીની વિગતો જાહેર કરવા માટેના નિર્દેશ આપ્યા હતા. જે નિર્દેશને ગુજરાત હાઈકોર્ટે રદ કરી દીધો હતો. આ કેસ હાઈકોર્ટમાં ચાલ્યો ત્યારે કોર્ટે PM મોદીની ડિગ્રી જાહેર કરવાની કોઈ જ જરૂર નથી તેવો મનાઈ હુકમ કરીને કેસનો નિકાલ કરી દીધો હતો.
ત્યારબાદ 1 એપ્રિલના રોજ CM કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને PM મોદીની ડિગ્રી પર વિવાદીત નિવેદનો આપ્યા હતા. જે અંગેની પોસ્ટ ટ્વિટર પર મુકવામાં આવી હતી. બીજા દિવસે સાંસદ સંજયસિંઘે પણ પ્રેસ કોન્ફરન્સ યોજીને PM મોદીની ડિગ્રી અંગે વિવાદીત નિવેદનો આપ્યા હતા. જેમાં ગુજરાત યુનિવર્સિટીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ બાબતે ગુજરાત યુનિવર્સિટી વતી કુલ સચિવએ અમદાવાદ મેટ્રો કોર્ટમાં CM અને સાંસદ સામે બદનક્ષીનો કેસ કર્યો હતો.
ત્યારે આજે મેટ્રો કોર્ટમાં આ કેસ અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજની સુનાવણી દરમિયાન કોર્ટે CM કેજરીવાલ અને સાંસદને કોર્ટમાં હાજર રહેવા માટેનું સમન્સ પાઠવ્યું હતું, પરંતું તેમણે આજે કોર્ટમાં હાજર રહ્યા ન હતા. તેમના વકીલે કેસની ટ્રાલય દરમિયાન જરૂર ન હોય ત્યાં સુધી તેમના અસીલને ઉપસ્થિતિ રહેવામાંથી રાહત આપવામાં આવે તેવી માગ કરી કરી હતી. અગાઉની સુનાવણીમાં પણ કોર્ટે બંનને હાજર રહેવા માટે હુકમ કર્યો હતો. પરંતું તે સુનાવણીમાં પણ CM કેજરીવાલ અને સાંસદ હાજર રહ્યા ન હતા. આજની સુનાવણીમાં પણ CM અને સાંસદ કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે આગામી 13 જુલાઈના રોજ ફરજિયાત હાજર રહેવા માટેનું ફરમાન કર્યું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796