Friday, April 19, 2024
HomeGeneralપરેશ રાવલને કોલકાતા પોલીસનું તેડું, જાણો કયુ નિવેદન પડ્યું ભારે...

પરેશ રાવલને કોલકાતા પોલીસનું તેડું, જાણો કયુ નિવેદન પડ્યું ભારે…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કોલકાતા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરેશ રાવલે પણ ભાજપ માટે પ્રચારમાં ઝુકાવ્યું હતું. ત્યારે પરેશ રાવલના વાણીવીલાસને કારણે તેઓ વિવાદમાં ફસાયા હતા. પરંતુ હવે એ વિવાદને કારણે તેમને કોલકાતા પોલીસનું તેડું પણ આવ્યુંના અહેવાલ મળી રહ્યા છે. પરેશ રાવલે બંગાળીઓ માટે ફિશ પકાવવાના આપેલા નિવેદને હવે તેમને પોલીસ સ્ટેશન સુધી જવા મજબૂર કર્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરેશ રાવલ ગુજરાતમાં સભાઓ સંબોધન કરી પ્રચાર કરી રહ્યાં હતા. દરમિયાન ભાજપના કેટલાક નેતાઓની માફક તેમણે પણ એક વિવાદીત નિવેદન આપ્યું હતું. આ નિવેદને ભાજપને ફાયદો કર્યો કે નહીં તે હવે પરિણામ બાદ જ ખબર પડશે પણ તેમનું નિવેદન તેમની છબીને જરૂર નુકશાન કરતું હોય તેમ જણાય છે. કારણ કે, તેઓેએ વલસાડ ખાતેની એક જનસભામાં કહ્યું હતું કે, ‘ગેસ સિલિન્ડર મોંઘો છે પરંતુ તે સસ્તો થશે. લોકોને રોજગાર પણ મળશે, પરંતુ શું થશે જ્યારે રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશીઓ તમારી આસપાસ રહેવા લાગશે. જેમ દિલ્હીમાં થઈ રહ્યું છે. ત્યારે તમે ગેસ સિલિન્ડરનું શું કરશો ? શું તમે બંગાળીઓ માટે માછલી રાંધશો ?’ આ નિવેદન મામલે હવે પશ્ચિમ બંગાળના કોલકાતમાં FIR નોંધાતા પરેશ રાવલને પોલીસનું તેડું આવ્યું છે.

- Advertisement -

આ મામલે કોલકાતા પોલીસે પરેશ રાવલને 12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યા સુધીમાં કોલકાતાના તલતલા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવા જણાવ્યું હોવાના અહેવાલ છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પરેશ રાવલના નિવેદનને બંગાળીઓ વિરૂધ્ધનું અને ભડકાવ દર્શાવી પોલીસે સીઆરપીસી કલમ 41A હેઠળ નોટિસ મોકલી છે.

ઉલ્લેખનીય છે કે, આ મામલે પરેશ રાવલે એક ટ્વિટ કરી માફી પણ માંગી હતી અને સ્પષ્ટતા પણ કરી હતી કે, મારો કહેવાનો મતલલબ ગેરકાયદેસર વસતા બાંગલાદેશીઓ અને રોહિંગ્યા પર હતો. પરંતુ આ મામલે હવે પોલીસ કાર્યવાહીના ભણકારા વાગતા બંગાળ સહિતનું રાજકારણ ગરમાય તેવી સંભાવના છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular