સેવાકાર્યમાં આમટે પરિવારનું નામ છેલ્લા સાત દાયકાથી ગુંજી રહ્યું છે. મુરલીધર દેવીદાસ આમટે જેઓ બાબા આમટેના નામથી જગવિખ્યાત થયા. બાબા આમટેએ રક્તપિતના દરદીઓ માટે આજીવન કામ કર્યું. બાબા આમટેના સેવાકાર્યનો આ વારસો તેમના દીકરા પ્રકાશ આમટે આગળ વધારી રહ્યા છે, તે પણ અતિવિષમ પરિસ્થિતિ ધરાવતા આદિવાસી વિસ્તારમાં. મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં આવેલી આ જગ્યામાં ગોન્ડ આદિવસી વચ્ચે તેઓ 1973થી સેવાકાર્ય કરે છે. જાહેર ક્ષેત્રમાં ઉમદા કાર્ય માટે અપાતો મેગ્સેસ એવોર્ડ સહિત પદ્મશ્રી, મધર ટેરેસા એવોર્ડ અને બિલ ગેટ્સ દ્વારા અપાતું સન્માન પણ તેમના સેવાકાર્ય માટે મેળવી ચૂક્યા છે. આ સેવા સાથે તેઓએ એનિમલ પાર્ક પણ નિર્માણ કર્યું છે. ગઢચિરોલી જિલ્લામાં હેમલકસા નામની જગ્યાએ આવેલી તેમની આ સંસ્થા સહિત આ વિડિયોમાં તેમના પરિવારના નામનું ‘આમટે એનિમલ પાર્ક’ પણ નિહાળવા મળશે. ઉમદા કાર્ય કરવા સાથે સાથે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તે આ વિડિયોમાં અનુભવી શકાય છે.
જંગલના પ્રાણીઓ સાથે દોસ્તી કરનારનું જીવન જુઓ, તમને પણ પ્રાણીઓ પ્રત્યે થશે પ્રેમ
- Advertisement -
- Advertisment -