નવજીવન.નવી દિલ્હી: કોરોનાવાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કુલ કેસ સમગ્ર દેશમાં વધીને 415 થઈ ગયા છે. ઓમિક્રોનના એક જ દિવસમાં 16 ટકા કેસોનો વધારો નોંધાવ્યો છે. ગઈકાલે સમગ્ર દેશમાં ઓમિક્રોન દર્દીઓની કુલ સંખ્યા 358 હતી જે આજે વધીને 415 થઈ ગઈ છે. કુલ કેસમાંથી 115 દર્દીઓ સાજા થયા છે. એક દિવસમાં માત્ર એક દર્દી સાજો થયો છે. એટલે કે, વાયરસની ઝડપ ખૂબ જ ઝડપી છે જ્યારે આમાંથી સાજા થવાનો દર ઘણો ધીમો છે.
ઓમિક્રોન વેરિઅન્ટ હવે દેશના 17 રાજ્યોમાં ફેલાયું છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ છે. ત્યાં ઓમિક્રોનના કુલ 108 કેસ નોંધાયા છે. જેમાંથી 42 દર્દીઓ સાજા થયા છે. આ મામલે દિલ્હી બીજા નંબરે છે. અહીં કુલ 79 કેસ નોંધાયા છે. જેમાંથી 23 દર્દીઓ સાજા થયા છે. આ સિવાય ગુજરાતમાં 43, તેલંગાણામાં 38, કેરળમાં 37, તમિલનાડુમાં 34, કર્ણાટકમાં 31, રાજસ્થાનમાં 22 કેસ નોંધાયા છે. હરિયાણા, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચાર-ચાર કેસ નોંધાયા છે, જ્યારે જમ્મુ અને કાશ્મીર અને પશ્ચિમ બંગાળમાં ત્રણ-ત્રણ ઓમિક્રોન કેસ નોંધાયા છે.ઉત્તર પ્રદેશમાં ઓમિક્રોનમાંથી બે કેસ જ્યારે ચંદીગઢ, લદ્દાખ અને ઉત્તરાખંડમાં એક-એક કેસ નોંધાયા છે. ઉત્તરાખંડ અને ચંદીગઢના બંને દર્દીઓ સાજા થઈ ગયા છે.
ઓમિક્રોનના ખતરા વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના દેશમાં 7,189 કેસ નોંધાયા છે. ગત દિવસની સરખામણીએ કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. એક દિવસ પહેલા જ કોરોનાના 6650 કેસ નોંધાયા હતા.
![]() |
![]() |
![]() |











