Thursday, October 2, 2025
HomeGujaratપોલીસ અને કથિત બુટલેગરો ભજન સંધ્યામાં એક મંચ પર, PSI પર વરસાવ્યો...

પોલીસ અને કથિત બુટલેગરો ભજન સંધ્યામાં એક મંચ પર, PSI પર વરસાવ્યો નોટોનો વરસાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવસારી: Navsari News: પોલીસનું કામ દારૂનો વેપાર કરતાં બુટલેગરોને પકડવાનું છે. પરંતુ આ ગાંધીના ગુજરાતમાં જ્યારે બુટલેગરો અને પોલીસ એક મંચ પર આનંદ માનતા જોવા મળે ત્યારે આશ્ચર્ય થાય છે. આવી જ એક ઘટના નવસારીમાં (Navsari) સામે આવી છે. જેમાં એક ભજનના કાર્યક્રમમાં સુરત શહેર ટ્રાફિક પોલીસમાં (Surat City Traffic Police) ફરજ બજાવતા PSI અને કથિત બુટલેગર (Bootlegger) એક સાથે એક માચ પર જોવા મળ્યા હતા અને એટલું જ નહીં પણ આ કથિત બુટલેગરો PSI પર પૈસાનો વરસાદ (showered notes) કરતાં પણ જોવા મળ્યા હતા.

મળતી માહિતી મુજબ, નવસારીમાં સાંઈ મંદિરના લાભાર્થે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે, ભજન સંધ્યાના કાર્યક્રમમાં કથિત બુટલેગરો દ્વારા પોલીસ સબ ઈન્સપેક્ટર પર નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. લિસ્ટેડ બુટલેગરો દિપક ઉર્ફે કાલે અને અને લાલા દ્વારા સુરત શહેરના ટ્રાફિક PSI એસ. એફ. ગોસ્વામી પર નોટોનો વરસાદ વરસાવ્યા અંગેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં PSI લોકોનું અભિવાદન કરતાં અને કથિત બુટલેગરો દ્વારા તેમના પર નોટો વરસાવવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. બુટલેગરો અને પોલીસ સબ ઈન્સપેક્ટર વચ્ચેની આ પ્રકારની મિત્રતાથી ઘણા બધા સવાલો ઊભા થયા છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular