નવજીવન ન્યૂઝ. મોરબી: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી રોજ બરોજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કોઈકને કોઈક જિલ્લામાં રેડ કરીને દારૂ જુગાર જેવી પ્રવૃતિને અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આજે મોરબીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન પોલીસને એક દારૂનું ગોડાઉન મળી આવ્યું હતું. જેમાંથી 622 દારૂની પેટી મળી આવી હતી.
માહિતી અનુસાર, મોરબીના રાજપર રોડ પાસે આવેલા આશીર્વાદ ઇમ્પેક્ષ નામના કારખાનાના ગોડાઉનમાં દારૂનો ટ્રક ઉતાર્યો હોવાની માહિતી સ્ટેટ વિજિલન્સની ટીમને મળતા રેડ કરવામાં આવી હતી. ટ્રકમાંથી દારૂ ઉતારવામાં આવી રહ્યો હતો તે દરમિયાન જ સ્ટેટ મોનિટરિંગની ટીમ ત્રાટકી હતી. સ્ટેટ મોનિટરિંગની ટીમે ટ્રકમાંથી 7464 નંગ દારૂ મળી આવ્યા હતા.
સ્ટેટ મોનિટરિંગની ટીમે ટ્રક ડ્રાઈવર ચુમારામ મોટારામ ગોડારા જાતે રહે. રાજસ્તાનને પકડી પાડ્યો હતો. દારૂ કોણે મગાવ્યો હતો તે દિશામાં પુછપરછ કરતાં દારૂ કારખાનાના માલિક ડેનિસ કાંતિલાલ પટેલ મંગાવવામાં આવ્યો હતો જ્યારે શનાળામાં રહેતા રાજસિંહ અજીતસિંહ જાડેજાએ મંગાવી આવ્યો હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે ટ્રકમાંથી દારૂની કુલ 622 પેટી જપ્ત કર્યો છે જેની કિંમત અંદાજીત રૂપિયા 32 લાખ જેટલી છે.








