Friday, May 15, 2026
HomeGujaratમોરબીમાં માનવતાને શરમાવે તેવી ઘટના! પિતાએ જ સગીર દીકરીને હવસખોર મકાન માલિકના...

મોરબીમાં માનવતાને શરમાવે તેવી ઘટના! પિતાએ જ સગીર દીકરીને હવસખોર મકાન માલિકના હવાલે કરી, પોક્સો હેઠળ કાર્યવાહી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.મોરબીઃ મોરબીમાંથી માનવતાને શરમાવે તેવી એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના સામે આવી છે. જે પિતા પર પોતાની દીકરીની સુરક્ષાની જવાબદારી હોય, તે જ પિતા પોતાની સગીર દીકરીના શોષણમાં સંડોવાયો હોવાનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષનો માહોલ સર્જાયો છે.

મળતી માહિતી અનુસાર, મોરબીના શહેરી વિસ્તારમાં ભાડે રહેતા એક પરિવારની સગીર દીકરી પર તેના જ મકાન માલિકે દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો હતો. શરૂઆતમાં આ ઘટના માત્ર મકાન માલિક દ્વારા કરાયેલા ગંભીર ગુનાની લાગતી હતી, પરંતુ પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તે વધુ ચોંકાવનારો હતો.

- Advertisement -

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સગીરાના પિતાએ જ મકાન માલિકને પોતાની દીકરી સાથે કુકર્મ કરવાની મંજૂરી આપી હતી. આ ખુલાસા બાદ સમગ્ર કેસે વધુ ગંભીર વળાંક લીધો છે.

માહિતી મુજબ, સગીરાના ભોળપણનો લાભ ઉઠાવી મકાન માલિક સતત તેનું યૌન શોષણ કરતો હતો. બાદમાં આ સમગ્ર ઘટનાની જાણ પરિવારના અન્ય સભ્યોને થતા તેમણે પોલીસનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો હતો.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે મકાન માલિક તેમજ અન્ય સંડોવાયેલા લોકો સામે દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં સગીરાને નરાધમના હવાલે કરનાર તેના સગા પિતાની ધરપકડ કરી છે. સાથે જ મુખ્ય આરોપી મકાન માલિકને પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

આ કેસમાં મદદગારી કરનાર વધુ એક વ્યક્તિનું નામ પણ સામે આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ ત્રીજો આરોપી હાલ ફરાર છે અને પોલીસે તેની શોધખોળ તેજ કરી છે.

આ સમગ્ર ઘટનાએ સમાજમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. પોતાની જ સગીર દીકરીને શોષણ માટે સોંપી દેવાયાનો આક્ષેપ સમાજ માટે પણ ચેતવણી સમાન માનવામાં આવી રહ્યો છે.

- Advertisement -

હાલ પોલીસે સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, જેથી ભોગ બનનાર સગીરાને ન્યાય મળી શકે અને તમામ સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી થઈ શકે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular