Monday, June 29, 2026
HomeGujaratરાજકોટઃ કોન્સ્ટેબલે કરી પોતાની જ સાથી મહિલા પોલીસકર્મીની છેડતી, મહિલા થઈ ગઈ...

રાજકોટઃ કોન્સ્ટેબલે કરી પોતાની જ સાથી મહિલા પોલીસકર્મીની છેડતી, મહિલા થઈ ગઈ બેભાન, FIR

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજકોટઃ રાજકોટના રામનાથપરા પોલીસ લાઈનમાં રહેતા અને ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાશિદ બસીર શેખના ક્વાર્ટરમાંથી ગત મંગળવારે તેની સાથી મહિલા કોન્સ્ટેબલ બેભાન અવસ્થામાં મળી આવી હતી. સામાન્ય પરિવારની દીકરીઓ સાથે સતત ઘણા સ્થાનો પર વિવિધ રીતે છેડતીનો ભોગ બનતી હોય છે પરંતુ તેમાંથી કેટલીક જ હિંમત કરી શખ્સો સામે ફરિયાદ કરે છે, પોલીસ સતત દીકરીઓને ફરિયાદ કરવા અને પોતે તેમની પડખે છે તેનો અનુભવ કરાવવા પ્રયત્નો કરતી રહે છે. જોકે કેટલીક ઘટનાઓ એવી પણ બને છે જેમાં પોલીસને જ નીચાજોણું થાય છે. આવું જ કાંઈક અહીં પણ બન્યું હતું. જેમાં પોતાની સાથી કોન્સ્ટેબલ સાથે જાતીય સતામણી કરી તેને બદનામ કરવાની ધમકી આપી આ શખ્સ પોતાના મનસુબા પુરા કરવા માગતો હોવાની ફરિયાદ સામે આવી છે.

ઘટના અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર સી જી જોશીએ કહ્યું કે, ગત મંગળવારે રામનાથપરા પોલીસ લાઈનમાં રહેતા કોન્સ્ટેબલ રાશિદ બસીર શેખના ક્વાર્ટરમાંથી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલ બેભાન અવસ્થામાં મળી આવી હતી. જેને કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અગાઉ ભાવનગરમાં યુવતીને ભગાડવાના બનાવમાં કોન્સ્ટેબલ રાશિદની સંડોવણીની વાત હતી અને અન્ય એક મહિલા કોન્સ્ટેબલ સાથે પણ દુરવ્યવહાર કરી પોતે જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની પણ વાતો મળી હતી.

- Advertisement -

જોકે આ મહિલા કોન્સ્ટેબલનું કહેવું છે કે, તે અને રાશિદ સાથે ફરજ બજાવે છે અને તેના કારણે બંને પરિચયમાં હતા અને તે કારણે જ બંને વચ્ચે નંબરની આપ-લે થઈ હતી. જોકે તે અવારનવાર ફોન કરી વાત કરવા દબાણ કરતો હતો. એક વખત રાશિદે તેને ઊભી રાખી કહ્યું કે તું મારી સાથે વાત નહીં કરે તો તારા પરિવારને કહી તને સમાજમાં બદનામ કરી નાખીશ. તેણે મને મારી નાખવાની અને બદનામ કરી નાખવાની ધમકી આપી હતી. બે દિવસ પહેલા ટ્રાફિક એસીપીને જાણ થતા તુરંત રાશિદને ટ્રાફિક શાખામાંથી હેડ ક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી હતી. જોકે તે મહિલા રાશિદના રુમ પરથી કયા સંજોગોમાં બેભાન અવસ્થામાં મળી આવી કે તે ત્યાં કેવી રીતે પહોંચી તે અંગે હજુ કોઈએ ફોડ પાડી નથી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular