Thursday, April 16, 2026
HomeGeneralમહેસાણાનો યુવક કેનેડાના દરિયામાં ડુબી ગયો, પગ લપસ્યો અને જીવ ગયો, બચાવવા...

મહેસાણાનો યુવક કેનેડાના દરિયામાં ડુબી ગયો, પગ લપસ્યો અને જીવ ગયો, બચાવવા પડેલા ભાઈની પણ હાલત ગંભીર

- Advertisement -

નવજીવન ન્યૂઝ.મહેસાણાઃ કેનેડાના દરિયામાં એક યુવક ડુબ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. ડુબી જનાર આ વ્યક્તિ મહેસાણાનો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ યુવક પગ લપસવાને કારણે દરિયામાં ખેંચાઈ ગયો હતો. જોકે તેને ડૂબતો જોઈ તેનો ભાઈ પણ તેને બચાવવા દરિયામાં કુદી પડ્યો હતો. બચાવવામાં તેની પોતાની હાલત પણ ગંભીર બની ગઈ હતી, તે ભાઈને બચાવી ન શકતા ભાઈનું મોત નિપજ્યું હતું પરંતુ તેના આ હિંમત ભર્યા પ્રયાસમાં તે પોતે પણ હાલ ગંભીર સ્થિતિમાં છે.



- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર મહેસાનમાના બે ભાઈ કેનેડામાં દરિયામાં ડૂબી જવાની ઘટના સામે આવી હતી. યુવકનું નામ ઝરીન બારોટ ઠે જે યુવક મહેસાણાનો છે અને કેનેડામાં તે દરિયામાં ખેંચાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર તે પોતાના ભાઈ સાથે હતો ત્યારે પગ લપસતા પાણીમાં પડી ગયો હતો. તેને બચાવવા તેનો બીજો ભાઈ દરિયામાં કુદ્યો પરંતુ ઝરીન બારોટ બચી શક્યો નહોતો. તેને બચાવવા પડેલા ભાઈની પણ હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. આ તરફ દિકરાના મોત અને અન્ય દિકરાની હાલત ગંભીર હોવાની વિગતો અહીં મહેસાણા તેના પરિવાર સુધી પહોંચતા પરિવાર શોકમાં સરી પડ્યો છે.

બનાવની જાણ થતાં મહેસાણા ખાતે રહેતા તેમના પરિવારના સભ્યો કેનેડા જવા રવાના થઈ ગયા છે. આવી જ એક ઘટના ભાવનગરમાં પણ બની છે જ્યાં સુકાવો નદીમાં એક યુવક ડૂબી જતાં તેનું મોત નિપજ્યું છે. પશુ ચરાવવા ગયેલા આ યુવકનું પાણીમાં ડૂબી જવાથી નાનાભાઈની નજર સામે જ મોત નીપજ્યું હતું.

- Advertisement -


=


- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular