નવજીવન ન્યૂઝ.મહિસાગરઃ મહિસાગર જિલ્લામાં આવેલા સંતરામપુર ખાતેના રાણાવાસ વિસ્તારમાં એક નાની બાળકી વરસાદની મજા માણતા માણતા વીજ પોલ સાથે ચોંટી ગઈ હતી. પાંચ વર્ષની નાની બાળકી જ્યારે વીજળીના પોલ સાથે ચોંટી ગઈ ત્યારે આસપાસના લોકોએ દોડી આવી લાકડીના ફટકા સાથે તેને છોડાવી હતી. આ ઘટનાના સીસીટીવી હાલમાં સામે આવ્યા છે જે અહીં દર્શાવ્યા છે.
મહિસાગરઃ માસુમ બાળકી વરસાદની મજા માણતા-માણતા વીજપોલ સાથે ચોંટી ગઈ, લોકોએ માંડ છોડાવી- Live CCTV#Mahisagar #Santrampur #electricShock #CCTV pic.twitter.com/Uagbijwr1X
— Urvish patel (@reporterurvish) June 27, 2022
રાણાવાવ વિસ્તારમાં રહીશોના ઘર નજીક જ વીજળીના ખુલ્લા વાયરોના કારણે લોકો પરેશાન છે. અહીં રહેતી 5 વર્ષિય ધ્રિતિ સંજયકુમાર રાણા વરસાદની મજા માણી રહી હતી ત્યારે તેને વીજપોલને અડકી જતા કરંટ લાગ્યો હતો. જે ત્યાં હાજર એક વડીલ જોઈ જતાં તેમણે બુમરાણ મચાવી હતી અને લાકડી મગાવી લાકડીના ડંડા વડે ધ્રિતિને વીજળીના કરંટથી છોડાવી હતી. બાળકીને તુરંત સારવાર માટે નજીકની એક હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. અહીં તેની તબીયત સારી હોવાની વિગતો મળી રહી છે. આ પછી પરિવારે એમજીવીસીએલને ફોન કરીને તેની જાણ કરી હતી. લોકોમાં આ બાળકીને કરંટ આવ્યા પછી રોષની લાગણી જોવા મળી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











