નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા હવે અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેનું ઉદાહરણ આપતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદનાં ઇસનપુર વિસ્તારમાં એક જાહેર ગાર્ડનમાં ભર દિવસે કેટલાક અસામાજિક તત્વો હુક્કાની મહેફિલ માણી રહ્યા હતા, તે દરમિયાન એક જાગૃત મહિલાએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં તમામ જગ્યાએ વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો વાયરલ થયા બાદ આ ઘટનાની તપાસ માટે પોલીસને આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.
અમદાવાદમા વર્ષો પહેલા હુક્કાબાર ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, પરંતુ ‘દારૂબંધી’ની જેમ હુક્કાબાર ઉપરનો પ્રતિબંધ પણ માત્ર કાગળો ઉપર જ છે. ઠેર ઠેર ગેરકાયદે હુક્કાબાર ચાલતા હોય તેવી ઘટનાઓ અમદાવાદમા સામે આવતી જ રહે છે તેમજ હુક્કાના રસિયાઓ હુક્કાની મહેફિલ પણ માણતા હોય છે, પરંતુ અહિયાં તો એક જાહેર ગાર્ડનમાં કેટલાક યુવાનો ભેગા થઈને હુક્કાની મહેફિલ માણી રહ્યા હતા. આ યુવાનોને જાહેર જનતા તો ઠીક પણ પોલીસનો પણ ભય ન હોય તેમ હુક્કો પી રહ્યા હતા.
અમદાવાદનાં જાહેર બગીચામાં અસામાજિક તત્વો માણે છે હુક્કાની મજા: વીડિયો વાયરલ, પોલીસ તપાસ કરશે pic.twitter.com/KV8A6N5P8E
— Navajivan News (@NavajivanNews) June 27, 2022
અત્રે ઉલ્લેખનીય છે કે જાહેર ગાર્ડનમાં મહિલાઓ અને બાળકો પણ આવતા હોય છે ત્યારે આવી રીતે અસામાજિક તત્વો દ્વારા કાયદાનું ઉલંઘન થાય તો તેની બાળકો ઉપર પણ ખોટી અસર પડી શકે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો એક જાગૃત મહિલાએ હિમ્મતભેર રેકોર્ડ કરી લીધો હતો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કેટલાક અસમાજિક તત્વો હાથમાં હુક્કો લઈને ગાર્ડનમાં આવે છે અને ગાર્ડનમાં જ હુક્કો પીવા લાગે છે, જેને જોઈને ગાર્ડનમાંથી ઘણા બધા લોકો નીકળી ગયા હતા. આ સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











