નવજીવન ન્યૂઝ. વડોદરાઃ વડોદરાને (Vadodara) સંસ્કારીનગરી તરીકે ઓળખવામાં આવે છે. પરંતું ચોમાસાની સિઝનમાં વડોદરાને મગરનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોમાસાની શરૂઆત થાય એટલે શહેરના રસ્તાઓ પર મગરો લટાર મારવા નિકળતા હોય તેવા દૃશ્યો સામે આવતા હોય છે. જેના કારણે રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીમાં સ્થાનિક લોકો પગ મુકતા પાછી પાની કરતા હોય છે. હાલ ગુજરાતમાં ચોમાસાની સિઝિનની શરૂઆત જ થઈ છે તેવામાં વડોદરાના ભાયલી (Bhayli) વિસ્તારમાં મગર (Crocodile) આવી ચઢ્યો હતો.

વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદીમાં (Vishwamitri River) મોટી સંખ્યામાં મગર વસવાટ કરી રહ્યા છે. આ મગરો ચોમાસાની શરૂઆત થતાં નદી કિનારા નજીક વિસ્તારોમાં આવી જતાં હોય છે. ત્યારે ગઈકાલ રાત્રીના સમયે વિશ્વામિત્રી નદી નજીક આવેલા ભાયલી વિસ્તારના આંબેડકર નગરમાં 10 ફુટનો મગર જોવા મળ્યો હતો. મસમોટો મગર નજરે પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા મગરને રેસ્ક્યુ કરવા માટે ટીમ દોડી આવી હતી.
વન વિભાગે રાત્રીના 11 વાગ્યે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. વન વિભાગની ટીમે દોરડાનો ગાળીયો કરીને મગરનું રેસ્ક્યું કરવું પડ્યું હતું. મગરે રેસ્ક્યુથી બચવા તમામ તાકાત લગાવી દેતા વન વિભાગની ટીમે સ્થાનિક લોકોની પણ મદદ લીધી હતી. 1 કલાકની ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યુ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વડોદરાના ભાયલી વિસ્તારના આંબેડકર નગરની પાછળથી જ વિશ્વામિત્રી નદી પસાર થાય છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં બે મગરના બચ્ચાઓ સાથે ચાર મગરોનું પરિવાર જોવા મળ્યું છે. મગર ઘરમાં ઘુસી ન જાય તે માટે આ વિસ્તારના લોકોએ ઘરના દરવાજે આડશ રાખવી પડે છે. હાલ વન વિભાગ 10 ફુટના મગરને રેસ્ક્યુ કરીને લઈ ગઈ છે, પરંતું આંબેડકર નગરમાં લટાર મારવા આવતા 11 ફુટનો મગર અને તેના બે બચ્ચા હજી પણ વિશ્વામિત્રી નદીમાં છે. બાળકોને પણ ઘરની બહાર મોકતા ડર લાગી રહ્યો છે. મસમોટા મગરોના કારણે રાત દિવસ ભયના માહોલમાં પસાર થાય છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








