નવજીવન ન્યૂઝ. ભુજ: કહેવાય છે કે શોખ બડી ચીઝ હૈ! ત્યારે આ વાતને સાર્થક કિસ્સો કચ્છમાં સામે આવ્યો છે. જ્યાં એક કાર નંબરના શોખીન યુવકે પસંદગીના નંબર માટે કારની ડબલ કિંમતના રુપિયા નંબર પાછળ ખર્ચી કાઢ્યા છે. છેલ્લાં કેટલાક સમયમાં યુવાનોમાં વાહનોના નંબર માટે સિલેક્ટેડ નંબર (Selected Number)નો ક્રેઝ ખૂબ વધી ગયો છે. જ્યારે પણ RTO (Bhuj RTO)માં નવી સિરિઝ ખુલતી હોય છે, ત્યારે સિલેક્ટેડ નંબર માટે અધધ.. તગડી રકમની બોલી લાગતી હોય છે. ત્યારે ભુજમાં RTOની નવી સિરિઝ ખુલતાં અત્યાર સુધીની સૌથી મોટી બોલી 9 નંબર માટે લાગી હતી.
કચ્છમાં ભુજ RTOમાં વાહનના નબંર માટે નવી સિરિઝ GJ 12 FD ખુલતા સિલેક્ટેડ નંબર માટે લોકોની પડાપડી થઈ હતી. ત્યારે નવી સિરિઝના 9 નંબર માટે ગઈકાલ સોમવારે બોલી શરૂ થઈ હતી. નંબર મેળવવા માટે ઓનલાઈન થતી પ્રક્રિયામાં બીડ ભર્યા બાદ રામજી ચામારિયા નામના એક યુવકે 9 નંબર મેળવવા માટે રૂપિયા 18.45 લાખ સુધીની બોલી લગાવી હતી. જોકે 9 નંબર માટે આટલી મોટી રકમની બોલી લાગતા RTOનો સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો. મહત્વની વાત તો એ છે કે, રામજીભાઈએ લગાવેલી બોલીના આંકડાનો સરવાળો પણ 9 આવે છે.
વધુ વાંચો: આ અધિકારી બન્યા અમદાવાદ બ્લાસ્ટ કેસના ગૂગલ બાબા, ગુજરાત પોલીસમાં સૌથી લાંબી નોકરીનો ઈતિહાસ
રામજીભાઈએ રૂપિયા 10 થી 12 લાખ રકમની હ્યુન્ડાઈ વેન્યુ (Hyundai Venue Car) કારની નંબર માટે 18.45 લાખમાં 9 નંબર ખરીદતા આ મુદ્દો ચર્ચાના સ્થાને રહ્યો હતો. 9 નંબર માટે અરજદારની સામે એક મોટા માથાના પુત્રએ હરાજીમાં બોલી લગાવતા જોતજોતામાં રકમ રૂપિયા 18.45 લાખ સુધી પહોંચી ગઈ હતી. RTOના અધિકારીના જણાવ્યા અનુસાર, નવી સિરિઝની ઓનલાઈન હરાજીમાં 9 નંબર માટે રૂ. 18.45 લાખ, 999 નંબર માટે રૂ. 1.89 લાખ અને 9999 નંબર માટે રૂ 1 લાખની બોલી હરાજીમાં લગાવવામાં આવી હતી. આ ઓનલાઈન પ્રક્રિયા 4 વાગ્યે પૂરી થતાં પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, જો કોઈ અરજદાર હરાજીમાં લગાવેલી બોલી પ્રમાણેની રકમ ન ચૂકવે તો તેની ડિપોઝીટ જપ્ત કરી લેવામાં આવે છે.
આ પણ વાંચો : અમદાવાદઃ ઈતિહાસમાં પ્રથમ વખત આટલી ઊંચી કિંમતે કારનો નંબર વેચાયો
તમારી આંખો વિશ્વાસ નહીં કરે તેવું બન્યું સાબરમતી મહિલા જેલમાં
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








