નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara Clash: વડોદરામાં રામનવમીના સરઘસ દરમિયાન થયેલા ઘર્ષણ અને પથ્થરમારાની (Stone Pelting) ઘટના મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) મહત્વનું નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે યાત્રા શાંતિપૂર્વક રીતે ચાલતી હોય ત્યારે પથ્થરમારો થાય એ ખુબ ગંભીર બાબત છે. તોફાનો કરી શહેર છોડી જતા લોકોની પણ ધરપકડ કરવામાં આવશે. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે હું માનતો હતો કે કિરણ પટેલ (Thug Kiran Patel) મામલે વિપક્ષ ગંભીર અને સમજદાર છે પરંતુ વિપક્ષમાં જરા પણ ગંભીરતા જોવા નથી મળતી.

મહત્વની વાત છે કે રામનવમીના તહેવાર પર વડોદરામાં થયેલા પથ્થરમારા બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સક્રીય થયા છે. આ મામલે વડોદારમાં એસ.આઈ.ટી.ની રચના કરી CCTV ફૂટેજના આધારે તપાસ ચાલી રહી છે. હાલ સુધીમાં 30 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. બીજી તરફ આજે નિર્ણય કરવામાં આવ્યો છે કે વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે માટે બે એડિશનલ પોલીસ કમિશનર રહેશે. આ માટે એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ ઉભી કરવામાં આવી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા મામલે નિવેદન આપતા કહ્યું હતું કે, આજરોજ સવારથી પથ્થરમારાની ઘટનાને લઈ બેઠકો ચાલી રહી છે. યાત્રા શાંતિપૂર્વક રીતે ચાલતી હોય અને પથ્થરમારો થાય તે ખુબ ગંભીર બાબતો છે. તેમણે ઉમેર્યું હતું કે, પથ્થરમારાની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત તેમણે કહ્યું કે, જે આરોપીઓ તોફાન કરી શહેર છોડી જાય છે તેની પણ ધરપકડ કરવામાં આવશે.
આ સાથે જ તેમણે ચકચારી ઠગ કિરણ પટેલ મામલે પણ નિવેદન આપ્યું હતું. તેમાં તેમણે જણાવ્યું હતું કે વિપક્ષ કિરણ પટેલને લઈ પ્રહારો કરી રહ્યા છે. હું માનતો હતો કે કિરણ પટેલ મામલે વિપક્ષ ગંભીર અને સમજદાર છે પણ વિપક્ષમાં જરાય ગંભીરતા જોવા મળતી નથી. સાથે જ તેમણે કહ્યું કે ભાજપની જ સરકારે કિરણની ધરપકડ કરી છે.
TAG: Vadodara statement Harsh Sanghvi, Vadodara clash, thug Kiran Patel
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796