Thursday, April 30, 2026
HomeGeneral'યુવાનોના સપનાઓ કચડી નાખે છે પરિવારવાદ', તેલંગાણામાં PM મોદીએ KCR પર સાધ્યુ...

‘યુવાનોના સપનાઓ કચડી નાખે છે પરિવારવાદ’, તેલંગાણામાં PM મોદીએ KCR પર સાધ્યુ નિશાન, વાંચો શું કહ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ.હૈદરાબાદઃતેલંગાણામાં ટીઆરએસ સરકાર પર હુમલો બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે જ્યારે એક પરિવારને સમર્પિત પાર્ટીઓ સત્તામાં આવે છે, તો તે પરિવારના સદસ્ય ભ્રષ્ટાચારનો સૌથી મોટો ચહેરો બની જાય છે. રાજ્યમાં એક જનસભા સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું, રાજનૈતિક વંશવાદના કારણે દેશના યુવાનો, પ્રતિભાવોને રાજનીતિમાં આવવાની તક મળતી નથી. પરિવારવાદ આવા યુવાનોના સપનાઓને કચડી નાખે છે અને તેમના માટે રાજનીતિમાં આવવાના દરવાજાઓને બંધ કરી દે છે. રાજવંશોથી મુક્તિ, પારિવારિક પાર્ટીઓથી મુક્તી પણ 21મી સદીના ભારત માટે એક સંકલ્પ છે.


તેમણે કહ્યું, “તેલંગાણાના લોકો જોઈ રહ્યા છે કે જ્યારે એક પરિવારને સમર્પિત પાર્ટીઓ સત્તામાં આવે છે, ત્યારે તે પરિવારના સભ્યો ભ્રષ્ટાચારનો સૌથી મોટો ચહેરો બની જાય છે. તેલંગાણાના લોકો જોઈ રહ્યા છે કે પરિવારની પાર્ટીઓ જ પોતાની જાતને સમૃદ્ધ બનાવે છે. અને પોતાની તિજોરી ભરે છે.”
વડા પ્રધાને જણાવ્યું હતું કે જ્યારે રાજકીય રાજવંશોને સત્તા પરથી દૂર કરવામાં આવે છે, ત્યારે તે વિકાસના માર્ગો ખોલે છે. “હવે આ ઝુંબેશને આગળ વધારવાની જવાબદારી તેલંગાણાના મારા ભાઈઓ અને બહેનોની છે,” તેમણે કહ્યું.

- Advertisement -

કેટી રામા રાવ, તેલંગાણાના મુખ્ય પ્રધાન કલવકુંતલા ચંદ્રશેખર રાવના પુત્ર, સરસિલ્લાના ધારાસભ્ય છે અને આઇટી, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને શહેરી વિકાસના કેબિનેટ પ્રધાન છે. તે જ સમયે, કેસીઆરની પુત્રી કવિતાએ નિઝામાબાદથી સાંસદ તરીકે કામ કર્યું છે અને હાલમાં 2020 થી વિધાન પરિષદ, નિઝામાબાદના સભ્ય તરીકે કામ કરી રહી છે. જ્યારે કેસીઆરના ભત્રીજા હરીશ રાવ સિદ્ધીપેટના ધારાસભ્ય છે અને તેલંગાણાના નાણામંત્રી છે.

અહીં તેલંગાણાના મુખ્યમંત્રીએ છેલ્લા ચાર મહિનામાં બીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાનું ટાળ્યું છે. કારણ કે ગુરુવારે તેઓ પૂર્વ પીએમ એચડી દેવગૌડા અને તેમના પુત્ર જેડી(એસ)ના એચડી કુમારસ્વામીને મળવા બેંગલુરુ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે પીએમ મોદી આજે ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા હૈદરાબાદમાં છે.


- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular