Sunday, October 26, 2025
HomeGujaratJunagadhજૂનાગઢમાં સમૂહ લગ્નમાં ભારે વિવાદ, અંતે કરિયાવર મળતા સમાધાન થયું

જૂનાગઢમાં સમૂહ લગ્નમાં ભારે વિવાદ, અંતે કરિયાવર મળતા સમાધાન થયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જૂનાગઢ: જૂનાગઢના (Junagadh) ભવનાથ મંદિરમાં શિવ-શક્તિ ગ્રુપ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું (Mass marriage) આયોજન કરવામાં આવ્યુ હતું. આ સમૂહ લગ્નમાં વર અને કન્યા પક્ષ આયોજકો સામે લાલધૂમ થયા હતા. સમયસર કરિયાવર ન મળતા નવદંપતીએ હોબાળો (uproar) મચાવ્યો હતો. એક કરિયાવરના 22 હજાર રૂપિયા આપ્યા હોવા છતાં પણ કરિયાવર ન આપતા નવદંપતી બરાબરના આયોજકો સામે ગિન્નાયા હતા અને બીજી તરફ આયોજક પણ રોષ ઠંડો પાડવા કરિયાવર રસ્તામાં આવી રહ્યો હોવાની વાત કરતા મામલો શાંત થયો હતો.

જૂનાગઢના ભવનાથ મંદિરમાં સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં 21 જેટલા વર-વધૂ લગ્ન તાંતણે બાંધવાના હતા. સમૂહ લગ્નમાં નોંધણી માટે દરેક યુગલો પાસેથી 22 હજાર રૂપિયા જેટલી ફી પણ લેવામા આવી હતી અને દાનના નામે યુગલોના પરિજનો પાસેથી અલગ-અલગ રૂપિયા પણ લીધા હતા. પછી જ્યારે કરિવાયર આપવાની થઈ હતી, તે સમયે કરિયાવર આપવામાં આનાકાની કરતા યુગલો ગુસ્સે થયા હતા અને આક્ષેપ કરતા કહ્યું હતું કે, “પહેલા પૈસા લીધા બાદ હવે આયોજકો પાછળ હટી રહ્યા છે.”

- Advertisement -

એક સમયે તો લગ્ન મંડમમાં લગ્નને બદલે ધીંગાણું સર્જાયુ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં પરિજનોએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે, જમાવા માટેની કોઈ વ્યવસ્થા ન હોતી અને લોકો મંડપમાં ભૂખ્યા રહ્યા હતા. આ મામલે લોકોનો ભારે વિરોધ જોઈ આયજકો પણ ગભરાઈ ગયા હતા અને લોકોના રોષને શાંત પાડવા કરિયાવર રસ્તામાં જ હોવાની વાત કહી હતી. ત્યાર બાદ મોડી સાંજ સુધી કરિયાવર મળતા સમાધાન થયુ હતું.

TAG: Junagadh News, Junagadh Mass marriage controversy, uproar in Wedding ceremony

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular