Thursday, October 16, 2025
HomeGeneralજુનાગઢઃ ગરીબ પરિવાર પરનો અન્યાય DySP જાડેજાએ કહ્યું ન ચલાવી લેવાય, માથાભારે...

જુનાગઢઃ ગરીબ પરિવાર પરનો અન્યાય DySP જાડેજાએ કહ્યું ન ચલાવી લેવાય, માથાભારે શખ્સની શાન ઠેકાણે લાવી દીધી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.જુનાગઢઃ જુનાગઢના ગોધાવાવની પાટી, વાલ્મીકિ વાસમાં રહેતા અને સફાઈ કામદાર તરીકે કામગીરી કરતા, વિધવા બહેને પોતાના પુત્ર, સમાજના આગેવાનોની સાથે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા સાથે મુલાકાત કરી હતી. તેમણે પોતાની આપવિતિ જણાવતા કહ્યું કે, પોતાના પતિ ગુજરી ગયા છે, પોતે પોતાના સંતાન અને ઉંમરલાયક જેઠ સાથે રહે છે. પોતાના જેઠ પણ સફાઈ કામદાર તરીકે કામ કરે છે, પરંતુ દારૂ પીવાની ટેવ છે અને પાછા માનસિક નબળા છે. જેનો લાભ લઈ તેમના આધાર કાર્ડ, પાસબુક, એટીએમ કાર્ડ, ચેક બુક, વિગેરે ડોક્યૂમેન્ટ તેમના વિસ્તારના એક માથાભારે શખ્સે દ્વારા લઈ લીધા છે અને ઘણા વર્ષોથી તેનો પગાર એટીએમ કાર્ડ મારફતે તે શખ્સ જ ઉપાડી લે છે.



તેમના પગારના રૂપિયા આ માથાભારે શખ્સ જ વાપરતો હોઈ, પોતાના જેઠને દારૂ પીવડાવીને સહીઓ કરાવી લીધી છે, પોતાના જેઠના તમામ રૂપિયા આ માથાભારે શખ્સ વાપરે છે. પોતાના કુટુંબીજનો શખ્સને કહેવા જાય તો, આ માથાભારે શખ્સ કપડા કાઢીને મારવા દોડે છે અને ઘણા વર્ષોથી આ રીતે રૂપિયા ઉપાડીને વાપર્યા કરે છે. તાજેતરમાં મે મહિનામાં મારા જેઠ નિવૃત્ત થાય છે, તેઓને આશરે રૂપિયા 55 લાખ નિવૃત્તિ દરમિયાન મળવાપાત્ર છે. મારા જેઠને સારા નરસાનું ભાન નથી જેના કારણે આ માથાભારે શખ્સ દ્વારા દારૂ પીવડાવીને પોતાના જેઠ પાસે નોટરી કરાવી, પોતાના જેઠની નિવૃત્તિના સમયે મળનાર અડધા કરોડ જેવી રકમ તેને આપવા એફિડેવિટ કરાવી લીધી છે. પોતે તથા પરિવાર આ બાબતે આ માથાભારે શખ્સને કહેવા જતા, તારે જાવું હોય ત્યાં જા, તારા જેઠના રૂપિયા મને આપવા તેણે એફિડેવિટ કરી આપેલી હોવાનું કહે છે. પોતાના જેઠના આખી જિંદગીની કમાણી સમાન નિવૃત્તિ સમયના અડધા કરોડ રૂપિયા પચાવી પાડવાની પેરવી કરતા અને છેલ્લા ઘણા સમયથી જવાબ પણ ના આપતા હતા. અરજદાર એકદમ ગરીબ હોય અને ઝઘડો કરી કાયદા હાથમાં લેવા માગતા નથી.

ઉપરાંત સામાવાળા માથાભારે હોય અને ગમે તે હદ સુધી જવાની વૃત્તિ વાળા હોઈ, વૃદ્ધાવસ્થામાં જીવન ગુજારતા અરજદાર કોઈ માથાકૂટ કરી શકે તેમ નથી. પોતાને પોતાના જેઠનાં હકકના રૂપિયા ખોવાનો વારો આવતા, તેઓ મુંઝાયા હતા અને પોતાના જેઠની જીવનની મરણ મૂડી સમાન કમાણી પચાવી પાડવાનો ભય લાગતા, ગળગળા થઈને રજૂઆત કરવા ડીવાયએસપી જાડેજા પાસે પહોંચ્યા હતા. ડીવાયએસપી પણ સધડી વાત સમજી ગયા અને આમ પણ જૂનાગઢ રેન્જના આઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે તેવી પ્રજાકલ્યાણની કામગીરી કરવાના સૂચનો હતા.



ડીવાયએસપી જાડેજાએ તુરંત કહ્યું આ ન ચલાવી લેવાય, માથા ભારે શખ્સની બુદ્ધી ઠેકાણે લાવવી પડે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ. એમ. વાઢેર, પીએસઆઇ બી. કે. ચાવડા, સ્ટાફના હે.કોન્સ્ટેબલ માલદેભાઈ, રવિરાજસિંહ, વિક્રમસિંહ, મોહસીનભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા અરજદારની રજૂઆત પ્રમાણે આ માથાભારે ઈસમ ઉપર ગુનો દાખલ કરી, કડક કાર્યવાહી કરવા દબાણ લાવી, પોલીસની ભાષામાં સમજાવી દેતા, અરજદારના જેઠના આધાર કાર્ડ, પાસબુક, એટીએમ કાર્ડ, ચેક બુક, વિગેરે ડોક્યુમેન્ટ, પોલીસની હાજરીમાં સોંપી આપ્યા હતા. અગાઉ નિવૃત્તિના સમયે મળનાર રકમ સાથે પોતાને કોઈ લેવાદેવા નહીં હોવા અંગે સોગંદનામુ કરી, તમામ ડોક્યુમેન્ટ પરત સોંપી આપ્યા હતા. સામન્ય ઘરના ગભરુ સિનિયર સીટીઝન અરજદાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદારને પોતાના જેઠના ડોક્યૂમેન્ટ્સ સંભાળીને રાખવા અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવી હતી. અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના જેઠની જિંદગીના કમાણી સમાન દસ્તાવેજો પરત મળતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર દ્વારા આનંદ વ્યક્ત કરી, જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ના હોત તો પોતાના જેઠની જિંદગીની કમાણી સમાન નિવૃત્તિ સમયે મળતી રકમ હાથમાંથી જતી રહેતી એવી લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભાવુક દૃશ્યો સર્જાયા હતા.

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular