Friday, June 26, 2026
HomeGeneralશિક્ષણમંત્રી જીતુ વાઘાણીની વધુ એક વાર જીભ લપસીઃ રશિયા અને યુક્રેન યુદ્ધ...

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની વધુ એક વાર જીભ લપસીઃ રશિયા અને યુક્રેન યુદ્ધ અંગે કરી આવી વાત

- Advertisement -




નવજીવન ન્યૂઝ.રાજકોટઃ રાજકોટ પ્રભારી અને ગુજરાતના શિક્ષણમંત્રી એવા જીતુ વાઘાણી ઘણી વખત પોતાની જીભ લપસી જવાને કારણે ચર્ચામાં રહ્યા છે. આજે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ રાજકોટ ખાતે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સંમેલનમાં તેમણે હાજરી આપી હતી. ત્યાં તેઓ લોકોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમની જીભ લપસી ગઈ હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે ચીન અને રશિયા… રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે વડાપ્રધાન મોદીએ બંને દેશોને છ કલાક યુદ્ધ વિરામ કરવા કહ્યું, કહ્યું અમારા વિદ્યાર્થીઓને નીકળવું છે અને બંને દેશોએ વિરામ મુક્યો અને વિદ્યાર્થીઓ ભાજપનો…. ભારતનો ધ્વજ લઈને નીકળ્યા. શિક્ષણમંત્રીએ આવી રીતે જીભ લપસી જતા તેમણે વાક્યને સુધારવું પડ્યું હતું. બોમ્બમારાને બદલે રોકેટમારો ચાલતો હતો તેવો શબ્દપ્રયોગ કર્યો હતો.


તેમણે આ સભામાં આ ઉપરાંત વિપક્ષ પર પણ ભારે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સરકારી ભરતીમાં પહેલા લેખિત પરીક્ષાઓ હતી જ નહીં. સીધું ઈન્ટરવ્યૂ થતું અને જેને પસંદ કરવા હોય તેને લઈ લેવાતા હતા તેવું કહ્યું હતું. તેમણે કહ્યું આજે પણ સચિવાલયમાં તપાસ કરો તો કોંગ્રેસના બાપ દાદાના બેન્ક એકાઉન્ટ નંબર્સ નીકળશે તેવું કહ્યું હતું.



તેમણે કહ્યું કે, એઈમ્સ હોસ્પિટલ માત્ર રાજકોટની અને સૌરાષ્ટ્રની જ નથી, અન્ય રાજ્યોની પણ છે. તેમણે આપ (આમ આદમી પાર્ટી) પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ચૂંટણી પહેલા બધું મફત આપવાવાળા લોકો પણ આવશે, લોભામણી જાહેરાતોમાં ફસાતા નહીં. 2022ની ચૂંટણીએ 2024માં દિલ્હી જવાનો વાયા રસ્તો છે ફરી નરેન્દ્રભાઈને દિલ્હીનું સુકાન સોંપવા, 2022ની ચૂંટણી જીતાડવા હું તમને અપીલ કરું છું. આપ ગુજરાતના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ વળતો જવાબ આપ્યો કે, હિમાચલમાં 125 યુનિટ ભાજપ ફ્રી આપે છે છત્તાં ગુજરાત માટે ભાજપ કેમ ફ્રી નથી આપતી. નેતાઓ અને મંત્રીઓ ફ્રી વીજળી મેળવતા હોય તો સામાન્ય લોકો માટે કેમ ફ્રી વીજળી નથી અપાતી.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular