નવજીવન ન્યૂઝ. જામનગર: જામનગરમાં પાટીદાર આંદોલન દરમિયાન બે અલગ-અલગ કેસમાં 24 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. જામનગરમાં રણજિત સાગર રોડ પર આંદોલન દરમિયાન તોડફોડ કરી હતી. ઉપરાંત ધ્રોલ પાસે હડિયાણા ગામ નજીક એસટી બસ પણ સળગાવી દેવામાં આવી હતી. આ બે અલગ-અલગ કેસમાં આજે કોર્ટે જામનગરમાં તોડફોડના કેસમાં 24 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
પાટીદાર આંદોલન સમયે અનેક શહેરમાં હિંસા ફાટી નીકળી હતી. જામનગરમાં પણ અનેક જગ્યાએ આંદોલન ઉગ્ર બનતા તોડફોડ થઈ બીજી બાજુ અનેક વાહનોમાં આગ ચાપવામાં આવી હતી. સમગ્ર બાબતે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. જામનગરમાં પાટીદાર આંદોલન દરમિયાન બે અલગ-અલગ કેસ નોંધાયા હતા. ત્યારે આજે આ કેસમાં 24 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરીને પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
જામનગરમાં પાટીદાર આંદોલન દરમિયાન રૂા.30,000 નું નુકસાન થયું હતું ઉપરાંત એક પોલીસકર્મીની મોટરસાઈકલ પણ સળગાવી દેવામાં આવી હતી. પોલીસ કર્મચારી દ્વારા 14 આરોપીઓ સામે જામનગર સીટી–એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ 143, 435 મુજબ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ જામનગરની કોર્ટમાં ચાલતા કોર્ટ દ્રારા 14 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જામનગરમાં પાટીદાર આંદોલન વખતે તોડફોડના કેસમાં 14ને નિર્દોષ જાહેર કર્યા છે. જ્યારે ધ્રોલ પાસે હડિયાણા ગામ નજીક થયેલા કેસમાં 10 આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












