Saturday, October 4, 2025
HomeGeneralરિષભ પંત, શાર્દુલ ઠાકુર અને આસિસ્ટન્ટ કોચ પ્રવીણ આમરેને સજા, લેવાયો આ...

રિષભ પંત, શાર્દુલ ઠાકુર અને આસિસ્ટન્ટ કોચ પ્રવીણ આમરેને સજા, લેવાયો આ મોટો નિર્ણય, ફેન્સે ચીટર ચીટરના નારા લગાવ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રાજસ્થાન સામેની મેચ દરમિયાન દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે અમ્પાયરના નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરતાં ક્રિઝ પર હાજર બેટ્સમેનોને પાછા બોલાવવાના સંકેત આપ્યા હતા. આ સાથે જ ટીમના અન્ય ખેલાડી શાર્દુલ ઠાકુર પણ પોતાના કેપ્ટનનું સમર્થન કરતા અમ્પાયરના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં ટીમના બેટિંગ કોચે એક ડગલું આગળ વધીને કેપ્ટનના કહેવાથી મેદાનની અંદર જઈને અમ્પાયર સાથે દલીલબાજી કરતા જોવા મળ્યા હતા. આ તમામ વિવાદો બાદ હવે આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલે તમામ સભ્યોને સજા ફટકારી છે.



રિષભ પંત, શાર્દુલ ઠાકુર અને પ્રવીણ આમરેને આચારસંહિતાના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. એક તરફ જ્યાં પ્રવીણ આમરે પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તો બીજી તરફ પંતને મેચ ફીના 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુરને 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. દિલ્હી કેપિટલ્સના આસિસ્ટન્ટ કોચ પ્રવિણ આમરેને તેની મેચ ફીના 100 ટકા જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે અને આ ગુના બદલ તેના પર એક મેચનો પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. આમરેએ આઇપીએલની આચારસંહિતાની કલમ 2.2 હેઠળ લેવલ-2ના ગુનાની કબૂલાત કરી છે અને આ મંજૂરી સ્વીકારી લીધી છે.


જણાવી દઈએ કે પંતે પોતાના પર લગાવવામાં આવેલી આઈપીએલ આચાર સંહિતાના અનુચ્છેદ 2.7 અંતર્ગત લેવલ 2ના ગુનાને સ્વીકારી લીધો છે અને તેની સ્વીકૃતિ પણ સ્વીકારી લીધી છે. આ ઉપરાંત શાર્દુલને આઈપીએલની આચારસંહિતાના ભંગ બદલ તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે, તેણે લેવલ 2ના ગુનાની કબૂલાત કરી છે.



મેચની આખરી ઓવરમાં નો-બોલ વિવાદ સર્જાયો હતો જે પંત સહન કરી શક્યો નહતો અને તેણે તેના બેટ્સમેનોને પાછા બોલાવવાનું શરુ કરી દીધું હતુ. છેલ્લી ઓવરમાં લાંબા સમય સુધી મેચ રોકવી પડી હતી. જણાવી દઈએ કે એક તરફ જ્યાં દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ ગુસ્સામાં હતા ત્યાં જ વાનખેડે સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા ફેન્સ પણ અમ્પાયરના આ નિર્ણયથી નારાજ દેખાઈ રહ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં મેચ જોવા આવેલા દર્શકોએ અમ્પાયરના આ નિર્ણય પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું હતું અને ચીટર-ચીટરના નારા લગાવવા લાગ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular