Tuesday, July 7, 2026
HomeGeneral'હેટ-ઇન-ઇન્ડિયા’ અને ‘મેક-ઇન-ઇન્ડિયા’ એક સાથે ન રહી શકે': બેરોજગારી મુદ્દે રાહુલ ગાંધીએ...

‘હેટ-ઇન-ઇન્ડિયા’ અને ‘મેક-ઇન-ઇન્ડિયા’ એક સાથે ન રહી શકે’: બેરોજગારી મુદ્દે રાહુલ ગાંધીએ PM મોદીની ઝાટકણી કાઢી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે ભારતમાંથી કેટલીક વૈશ્વિક બ્રાન્ડની એક્ઝિટને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, ‘હેટ ઇન ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ એક સાથે રહી શકે નહીં. તેમણે દેશમાં વધતી બેરોજગારી પર પણ વાત કરી હતી અને વડા પ્રધાનને “વિનાશક બેરોજગારી કટોકટી” પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી હતી. રાહુલે એક ટ્વીટમાં કહ્યું કે, “ભારતમાં જે કંપની કાર્યરત હતી તે બહાર નીકળી ગઈ છે, 7 વૈશ્વિક બ્રાન્ડ્સ, 9 ફેક્ટરીઓ, 649 ડીલરશીપ, 84,000 નોકરીઓ.” રાહુલે એક ટ્વીટમાં ઉમેર્યું હતું કે મોદીજી, હેટ-ઇન-ઇન્ડિયા અને મેક-ઇન-ઇન્ડિયા સાથે રહી શકતા નથી. તેના બદલે ભારતની વિનાશક બેરોજગારીની કટોકટી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આવી ગયો છે.



એટલું જ નહીં રાહુલ ગાંધીએ ટ્વિટર પર સાત ગ્લોબલ બ્રાન્ડ્સ બતાવતી તેમની એક તસવીર શેર કરી હતી, જેમાં 2017માં શેવરોલે, 2018માં મેન ટ્રક, 2019માં ફિયાટ અને યુનાઇટેડ મોટર્સ, 2020માં હાર્લી ડેવિડસન, 2021માં ફોર્ડ અને 2022માં ડેટસન જેવી કંપનીઓ જોવા મળી હતી. જે હવે દેશની બહાર નીકળી ગઈ છે.


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે પણ બેરોજગારીના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેમના “માસ્ટરસ્ટ્રોક”ને કારણે 45 કરોડથી વધુ લોકોએ નોકરી મેળવવાની આશા ગુમાવી દીધી છે. તેમણે દાવો કર્યો હતો કે પીએમ મોદી ૭૫ વર્ષમાં આ પ્રકારના “પ્રથમ વડા પ્રધાન” છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે ન્યૂ ઈન્ડિયાનું નવું સૂત્ર, ‘હર-ઘર બેરોજગારી’, ‘ડોર-ટુ-ડોર બેરોજગારી’. 75 વર્ષમાં મોદીજી દેશના પહેલા એવા વડાપ્રધાન છે, જેમના ‘માસ્ટર્સસ્ટ્રોક્સ’એ 45 કરોડથી વધુ લોકો દ્વારા નોકરી મળવાની આશા છોડી દીધી છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular