Thursday, October 2, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદ હવે ઈટલી નહીં માલદિવ્સ બનશે, આવી છે AMCની પ્રિમોનસુન કામગીરી

અમદાવાદ હવે ઈટલી નહીં માલદિવ્સ બનશે, આવી છે AMCની પ્રિમોનસુન કામગીરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Gujarat Rain: સૌરાષ્ટ્રમાં છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે અમદાવાદમાં (Ahmedabad) પણ મેઘરાજા આવી પહોંચ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદમા બફારા અને ઉકળાટની સ્થિતિ બાદ આજે સાંજના સમયે ધોધમાર વરસાદ (Heavy Rain) વરસવાની શરૂઆત થઈ છે. અમદાવાદનાં મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે. જેના કારણે અમદાવાદ ફરી ઈટલી બની ગયું છે અને ઠેર ઠેર રસ્તાઓ નદીઓમાં પરિવર્તિત થઈ ગયા છે. છેલ્લા એક કલાક કરતાં વધારે સમયથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને જો થોડા સમયમાં હવે વરસાદ બંધ નહીં થાય તો અમદાવાદ ઈટલીમાંથી માલદિવ્સ બની જાય તો નવાઈ નહીં.

આજે સાંજના સમયે અમદાવાદનાં ગોતા, થલતેજ, એસ. જી. હાઇવે, સેટેલાઈટ, આશ્રમ રોડ, પાલડી, ઘાટલોડીયા, નહેરુનગર, વેજલપુર, મણિનગર, નરોડા, જમાલપુર, ઇસનપુર, દાણીલીમડા, અમરાઈવાડી અને બોપલ સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. છેલ્લા એક કલાક કરતાં વધારે સમયથી વરસી રહેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે અને રસ્તાઓ પર ટ્રાફીકજામના દૃશ્યો સર્જાયા છે. સામાન્ય રીતે સાંજના સમયે લોકો ઓફિસથી છૂટીને ઘરે જતાં હોય છે અને તેવામાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં ટ્રાફિકજામ થયું છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે, AMCએ પ્રિમોનસૂન કામગીરી કરી હતી.

- Advertisement -

AMC દરવર્ષે ચોમાસાની શરૂઆત થાય એ પહેલા પ્રિમોનસૂન કામગીરી કરે છે, જેના કારણે અત્યાર સુધી અમદાવાદ ઈટલી બનતું હતું. પરંતુ આજનો વરસાદ જોતાં લાગે છે કે આજે અમદાવાદ માલદિવ્સ બની જશે. કારણ કે અત્યાર સુધી રસ્તાઓ માત્ર નદીઓ બનતા હતા પણ આજના વરસાદમાં અમદાવાદ બેટમાં ફેરવાયું હોય તેવા દૃશ્યો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે વરસાદ બંધ થાય પછી 2થી 3 કલાક જેટલો સમય લાગે છે આ પાણીને ઉતારવામાં પરંતુ હાલ જેવી રીતે વરસાદ વરસી રહ્યો છે, તે જોતાં લાગી રહ્યું છે કે અમદાવાદીઓને હજુ વધારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

Tag: Ahmedabad News, Heavy Rain in Ahmedabad, Ahmedabad Rain

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular