નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ હાલમાં છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલનું કોંગ્રેસથી અંતર વધતું અને ભાજપ સાથે અંતર ઘટતું હોય તેવી ઘણી ઘટનાઓ જોવા મળી છે તેવા સંજોગોમાં હાર્દિક પટેલની કોંગ્રેસના અન્ય નેતાઓથી નારાજગીઓને લઈ ઘણી ચર્ચાઓ ચાલી હતી. હાલમાં જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. તે આ વર્ષના અંતમાં થનારી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીનો અંદાજ લેવા અહીં આવી રહ્યા છે. તેથી એવી સંભાવનાઓ વર્ણવાઈ રહી છે કે તે પાર્ટીના અસતુંષ્ટ નેતાઓ સહિત હાર્દિક પટેલ સાથે પણ મુલાકાત કરી શકે છે.
પાટીદાર સમાજના નેતા અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પોતાની પાર્ટિના નેતૃત્વને ચિંતાજનક સંકેતો આપતા જોવા મળી રહ્યા છે. હાલમાં જ તેમણે સત્તાધારી પાર્ટી સાથે વાતચિતની અટકળો પણ તેજ હતી ત્યારે જ સોશિયલ નેટવર્ક પરથી કોંગ્રેસ ધીમે ધીમે ભૂંસાતું જતાં ચર્ચાઓનો દૌર શરૂ થયો હતો.
વર્ષ 2019માં કોંગ્રેસમાં શામેલ થયેલા 28 વર્ષિય હાર્દિક પટેલ ગુજરાતમાં કોંગ્રેસ અને તેના ઉચ્ચ નેતાગીરી દ્વારા મહત્વ ન મળતું હોવાની ફરિયાદો કરી રહ્યા છે. અહીં સુધી કે તેમણે આની તુલના વરરાજાને જબરજસ્તી નસબંધી કરવાની ભાવના સાથે કરી હતી. સમાચાર એજન્સી એએનઆઈના સૂત્રોના હવાલેથી કહે છે કે પટેલની નારાજગી પછી, રાહુલ ગાંધીએ તેમનો સંપર્ક કર્યો અને પાર્ટીમાં જ રહેવાનો આગ્રહ કર્યો છે. સૂત્રોએ કહ્યું કે કોંગ્રેસ નેતા ગુજરાતમાં પાર્ટી પ્રભારી અને અન્ય નેતાઓ સાથે મતભેદો ઠીક કરવા માટે હાર્દિક પટેલ સાથે ચર્ચા કરવાનું કહેવાયું હતું.
![]() |
![]() |
![]() |