નવજીવન ન્યૂઝ. પાટણ: ગુજરાતની જાણીતી ગાયિકા કાજલ મહેરિયા પર ગઈકાલ રાત્રે હુમલો થવાની ઘટના સામે આવી છે. પાટણમાં સંગીતના એક કાર્યક્રમ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન લૂંટ પર ચલાવી હોવાની કાજલ મહેરિયાએ આક્ષેપ મૂક્યો છે. હુમલામાં ઇજાગ્રસ્ત થતાં કાજલ મહેરિયાને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
કાજલ મહેરિયાએ પાટણના બાલીસણા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, કાજલ મહેરિયા કે.એમ. ડીઝીટલ ગ્રુપમાં જોડાયેલી છે, આ ગ્રૂપમાં અગાઉ જોડાયેલો રમૂ શંકરાભાઈ રબારી દોઢ વર્ષ પહેલા અલગ-અલગ કામ કહીને પૈસા ઉછીના માગતો હતો, પૈસા આપવાની ના પાડતા ગ્રૂપમાંથી નિકડી ગયો હતો. રમુ રબારી અવાર નવાર સંગીતના પ્રોગ્રામમાં બોલાવતો હતો પરંતુ કાજલ મહેરિયા જતી ન હોવાથી અદાવત રાખીને ગઈકાલે એક લગ્નના પ્રસંગમાં તેનો ગીત ગાવાનો પ્રોગ્રામ હતો તે દરમિયાન રમુ રબારી અને અન્ય ચાર વ્યક્તિઓ ત્યાં આવીને ગ્રુપના લોકો પર હુમલો કર્યો હતો.
કાજલ મહેરિયા કારમાં બેઠી હતી તે દરમિયાન હુમલાખોરોએ ગાડીના કાચ પણ ફોડી નાખ્યા હતા. ઉપરાંત હુમલાખોરોએ લૂંટ પણ ચલાવી હોવાનો કાજલ મહેરિયાએ આક્ષેપ મુક્યો છે. હુમલાખોરોએ જાતિ વિષયક શબ્દો બોલી પૈસા નહીં આપે તો પ્રોગ્રામ નહીં કરવા દઉં અને જાનથી મારી નાખવાની ઘમકી આપતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
![]() |
![]() |
![]() |