નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ એપ્રિલ મહિનામાં પણ એક તરફ કાળઝાળ ગરમીથી (Heatwave) લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યાં બીજી બાજૂ ભર ઉનાળે ગાજવીજ સાથે કમોસમી વરસાદની (Varsad ni Agahi) હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે આ સમાચાર સાંભળીને ફરીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

એક તરફ લોકો ઉનાળાના પ્રખર તાપથી કોપાયમાન થયા છે. ત્યા હવામાન વિભાગે ફરીથી કમોસમી વરસાદની આગાહી કરી છે. જે અનુસાર આવતી કાલથી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.
અમદાવાદમાં દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 26 મી એપ્રિલે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડશે. ત્યારે અમદાવાદીઓ રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. 2 દિવસ અમદાવાદમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યુ છે. તો બીજી બાજુ કમોસમી ધોધમાર વરસાદની આગાહીના પગલે ખેડુતો પોતાના પાકને લઈ ચિંતામાં ગરકાવ થયા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ હાલ જે આગાહી કરવામાં આવી છે તેમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાનો છે. જેથી ખેડુતોના માથે લટકતી તલવાર જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યુ છે.
મહત્વનું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતમાં 2 દિવસ તાપમાનનો પારો ગગડશે.
2 દિવસ ક્યા કેટલું રહેશે તાપમાન?

2 દિવસ હવામાન વિભાગની આગાહી અનુસાર કમોસમી વરસાદને કારણે તાપમાનના પારો ગગડવાની શક્યતા છે. જે અનુસાર આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેવાની અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી નોંધાવાની શક્યતા છે. તેમજ અમદાવાદમાં ભેજવાળુ વાતાવરણ 24% રહેશે.
TAG: Gujarat Weather Forecast, Gujarat Weather Today, Varsad ni Agahi
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








