Friday, April 17, 2026
HomeGujaratવાઈબ્રન્ટમાં આપણે રોજગારીના ગમે એટલા દાવાઓ કરીએ પણ ગુજરાતની વાસ્તવીકતા બહુ વિકરાળ...

વાઈબ્રન્ટમાં આપણે રોજગારીના ગમે એટલા દાવાઓ કરીએ પણ ગુજરાતની વાસ્તવીકતા બહુ વિકરાળ છે જુઓ Video

- Advertisement -

પ્રશાંત દયાળ એક તરફ સરકાર બેરોજગારીને રોજગારી પુરી પાડી રહી હોવાનો દાવો કરી છીએ,. સરકાર પ્રયત્ન પણ કરે છે,. પરંતુ બેરોજગારીનો પ્રશ્ન એટલો વિકરાળ છે કે સરકારના તમામ પ્રયત્ન ટાંચા પડે તરફ શિક્ષણનું પ્રમાણ વધી રહ્યુ છે બીજી તરફ શિક્ષીત યુવાનો માટે કામનો અવકાશ બહુ ઓછો છે, જે યુવાનો કોલેજ અને ઉચ્ચ શિક્ષણ મેળવે છે તેઓ મહેનતનું કામ કરી શકતા નથી., બીજી તરફ કોઈ પણ સરકારની સમસ્યા એવી છે કે તેઓ સરકારમાં માત્ર બે ટકા વસતીને કામ આપી શકે છે, પણ શિક્ષણ મેળવ્યા પછી બધાને જ સરકારી નોકરીનું સ્વપ્ન હોય છે.



- Advertisement -

લોકરક્ષક માટેની લાયકાત 12મું ધોરણ હોવા છતાં 95 ટકા ઉમેદવારોએ પોતાનું ગ્રેજયુએશન પુરૂ કર્યુ છે, ગ્રેજયુએશ પુરૂ કર્યા પછી 10 હજારની કોન્સટેબલની નોકરી માટેના ટોળાઓ ઉમટી પડે છે,. આ કોઈ એક વિભાગની સ્થિતિ નથી તાજેતરમાં હોમગાર્ડની ભરતીમાં પણ આવી જ સ્થિતિ નિર્માણ થઈ છે, હોમગાર્ડનું કામ સરકારી નહીં હોવા છતાં રાજયના હજારો બેરોજગાર યુવાનો હોમગાર્ડમાં ભરતી થવા માટે ઉમટી પડે છે, હાલમાં બનાસકાંઠામાં પણ 600 ગ્રામ રક્ષક દળના જવાનોની ભરતી ચાલી રહી છે, તેમાં પણ દુર સુધી નજરે પડતા દરિયાની જેમ બેરોજગાર યુવાનો જોવા મળે છે, હજારોનું સંખ્યામાં ઉમટી પડેલા યુવાનોને કાબુમાં રાખવામાં પણ સલામતી અધિકારીઓ માટે મુશ્કેલ હતું બનાસકાંઠાના પાલનપુરથી આવેલો એક વિ઼ડીયો જુઓ તે આપણી બેરોજગારીની વિકરાળતાનો મોટો પુરાવો છે. જુઓ વિડીયો

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular