Friday, June 26, 2026
HomeGujaratતલાટી હડતાળ: પાડાના વાંકે પખાલીને ડામ આપવા જેવી બાબત 

તલાટી હડતાળ: પાડાના વાંકે પખાલીને ડામ આપવા જેવી બાબત 

- Advertisement -

નવજીવન ન્યૂજ. સુરત: સુરત જિલ્લાના તલાટીઓ એક અઠવાડિયાના સમય ગાળામાં બીજી વખત હડતાળ પર બેઠા છે. તલાટીઓનું હડતાળ પડવાનો પહેલો કિસ્સો એવો કે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પરીઆ ગામના તલાટિ કમમંત્રી કેતન જાસોલીયા કે જેમને કારેલી ગામના પણ ઇન્ચાર્જ તલાટી તરીકે ચાર્જ સોપવામાં આવ્યો છે, ત્યારે બિનાબેન રાવ નામની મહિલાની કારેલી ગ્રામ પંચાયત કચેરીની હદમાં મિલકત આવેલી છે તેની આકારણી કરવાની બાબતે તલાટી કમ મંત્રી સાથે ગત અઠવાડિયે જીભાજોડી થઈ હતી. ત્યારે આકારણી જેવા સામાન્ય કામના કારણે ઊભી થયેલી તકરાર દરમિયાન તલાટી કમ મંત્રીના લેખિત આક્ષેપ મુજબ મહિલાએ એકદમ ઉશ્કેરાઈ જઇને તલાટી અને સરપંચને મારવાની ધાક-ધમકીઓ આપી કહ્યું હતું કે, “હું RSSમાં છું. મારો દિકરો IAS અધિકારી છે. હું તમને જોઇ લઇશ.” આમ સમગ્ર મામલે મહિલા દ્વારા તા.૨૫/૦૭/૨૦૨૨ ના રોજ તલાટી કમ-મંત્રી કેતન જાસોલીયા વિરૂધ્ધ સુરત DDOને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.

જોકે સુરત DDOએ આ બાબત તપાસ વિષયક હોવા છતાં તલાટી કેતન જાસોલીયા વિરૂધ્ધ અરજીની તપાસ કર્યા વગર કે તેમની રજુઆત સાંભળ્યા વગર અને સુનાવણીની તક આપ્યા વગર તે જ દિવસે તલાટીને ફરજ મોકુફીનો હુકમ કરી દીધો હતો. જેથી DDOના આદેશના પગલે સુરત જિલ્લા તલાટી મંડળ દ્વારા તલાટીને પુનઃ ફરજ પર હાજર કરવા યોગ્ય ફેરફાર હુકમ કરવાની માગ કરી તલાટીઓ હડતાળ પર ઉતર્યા હતા.

- Advertisement -

ત્યારે તલાટીને ફરજ મોકૂફી કરવાના મુદ્દે ત્રણ દિવસ સુધી તલાટી મંડળ હડતાળ પર ઉતરી જતાં સુરત ગ્રામ્યની જનતા પંચાયતી કામગીરીને લઈને મુશ્કેલીમાં મુકાઇ હતી, ત્યારે તલાટીની ફરજ મોકૂફી મુદ્દે કરેલી હડતાળ ઉઠાવ્યાના એક દિવસ બાદ જૂના પડતર પ્રશ્નોનાં મુદ્દે ફરી રાજ્ય તલાટી મંડળ દ્વારા હડતાળ પર ઉતરતાની જાહેરાત કરતા સુરત જિલ્લાના તલાટીઓ હડતાળ પર છે. આમ પહેલા તલાટીને ફરજ મોકૂફીનો ઓર્ડર રદ કરી ફરી ફરજ પર પરત લેવાના મુદ્દે અને હવે પડતર પ્રશ્નોના ઉકેલના મુદ્દે સુરત જિલ્લાના તલાટીઓ હડતાળ પર જતા પાડાના વાંકે પખાલીને ડામ આપવા જેવી બાબત, મતલબ કરે કોણ અને ભોગવે કોણ તેવી પરિસ્થતિ નિર્માણ પામી છે. આમ સતત એક અઠવાડિયાથી તલાટીઓ હડતાળ જાહેર કરી કામથી અળગા રહેવાના કારણે સુરત જિલ્લાની જાહેર જનતા મુશ્કેલીમાં મુકાઇ છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular